અમદાવાદ : ચાંદખેડા મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલે વડનગરના 11 લોકો સામે આપઘાત દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

0
0

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીના આપઘાત કેસમાં 11 લોકો સામે આત્મહત્યાના દુષપ્રેરણ બદલનો ગુનો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. વડનગરમાં તેમના પાડોશમાં રહેતો પરિવાર અવારનવાર કોઈપણ બાબતે મૃતક કોન્સ્ટેબલના પરિવારને હેરાન પરેશાન કરતો હતો. જેથી કંટાળી તેઓ અમદાવાદ ભાડે રહેવા આવી ગયા હતા. ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.
18 જૂને આપઘાત કર્યો હતો
2017માં ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાનાર અને ચાંદખેડામાં સહજ પ્લેટિનમ ફ્લેટમાં પરિવાર સાથે રહેતી ફાલ્ગુની શ્રીમાળી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. ફાલ્ગુનીએ 18 જૂનનાં રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેને વડનગરમાં પોતાના ઘર પાસે રહેતા લોકોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના કારણે ઘર છોડી અમદાવાદ આવવું પડ્યું હતું.
ફાલ્ગુનાના પરિવાર સાથે વડનરના લોકો ઝઘડતા
મૃતક ફાલ્ગુનીના ભાઈએ આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વડનગર આંબેડકર સોસાયટીમાં રહેતા 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ લોકો જ્યારે ફાલ્ગુનીનો પરિવાર વડનગર રહેતો હતો ત્યારે કોઈને કોઈ બાબતે તેમની સાથે અવારનવાર ઝઘડા કરતા હતા. ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી આ પરિવાર અમદાવાદ આવી ગયો હતો. ફાલ્ગુનીને વડનગરના ઘરમાં ગમતું હતું પરંતુ તેઓને આ લોકોના ત્રાસથી અમદાવાદ આવતા તેને દુઃખ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here