સાંતેજ : શ્રમદીપ ફાર્મહાઉસમાં અમદાવાદના 20 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા : અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો પુત્ર પણ સામેલ.

0
15

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના 20 નબીરાઓ દારૂની મહેફિલ માણતા સાંતેજ પોલીસે ઝડપી પાડ્યાં છે. પોલીસે 7 ગાડીઓ, 21 મોબાઈલ સહિત રૂ. 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. પોલીસને જોઈ એક આરોપીએ દારૂની બે બોટલો દિવાલની બહાર ફેંકી દીધી હતી. દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે.

બાતમીના આધારે સાંતેજ પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો
(બાતમીના આધારે સાંતેજ પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો)

 

દારૂની પાર્ટી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી

સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે, રણછોડપુરા ગામ પાસે આવેલા શ્રમદીપ ફાર્મમાં કેટલાક યુવકો ભેગા થઈને દારૂની મહેફિલ માણે છે. જેથી સાંતેજ પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી એક દારૂની બોટલ, પડીકા અને ગ્લાસ અને બે દારૂની બોટલના ખોખા મળી આવ્યા હતા. બંને બોટલ પોલીસને જોઈ એક આરોપીએ દિવાલની બહાર ફેંકી દીધી હતી. કલોલ ડિવિઝન DySP વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ફાર્મહાઉસ કોનું છે વગેરે અંગે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.

મહેફિલમાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી
(મહેફિલમાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી)

 

સાંતેજમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરા

 • દેવ શશીકાંત પટેલ
 • માનુસ દેસાઇ
 • આદિત્ય પંચાલ
 • હસ્ત પટેલ
 • યુગ રાજપુરોહિત
 • જય પટેલ
 • તીર્થ પટેલ
 • ખુશ્મ પટેલ
 • દુલાર પટેલ
 • શુભ પંચોલી
 • રામ પટેલ
 • તિલક લાખાણી
 • વંશીલ શાહ
 • હર્ષિલ શેલડીયા
 • અભિષેક પટેલ
મોડી રાત્રે દારૂની પાર્ટી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી
(મોડી રાત્રે દારૂની પાર્ટી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here