Thursday, January 16, 2025
Homeઅમદાવાદ : સીએમ રૂપાણી અને વાઘાણીએ કેન્દ્રીય બજેટની ભરપેટ પ્રશંસા કરી...
Array

અમદાવાદ : સીએમ રૂપાણી અને વાઘાણીએ કેન્દ્રીય બજેટની ભરપેટ પ્રશંસા કરી પણ ગુજરાતને શું મળ્યું એ ના કહ્યું

- Advertisement -
  • ગુજરાતની કેન્દ્ર સરકાર સમક્ષ પડતર વિવિધ માગણીઓ
  • દારૂબંધીથી ગુજરાતને દર વર્ષે થતું 15 હજાર કરોડનું નુકસાન ભરપાઈ કરવુ
  • પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઇએ
  • આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શનમાં વધારો
  • અમદાવાદઃ ગત જૂન માસમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે દરેક રાજ્યોના નાણામંત્રીની પ્રિ બજેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે રાજ્યના પ્રાણ પ્રશ્નો આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનમાં વધારો, પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઇએ તથા દારૂબંધીથી ગુજરાતને દર વર્ષે થતું 15 હજાર કરોડનું નુકસાન ભરપાઈ કરવાની માગ કરી હતી. પરંતુ જાહેર થયેલા કેન્દ્રીય બજેટમાં ગુજરાતને શું શું ફાળવ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર એટલું જ નહીં કેન્દ્રીય બજેટને આવકારનાર મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખે વાઘાણીએ ગુજરાત માટે બજેટમાં શું ફાળવણી કરી છે તેનો ઉલ્લેખ શુદ્ધા કર્યો નથી. તે જોતા લાગે છે કે, ગુજરાતને કંઈ મળ્યું નથી.કેન્દ્રીય બજેટની લઈ મુખ્યમંત્રીએ શું કહ્યું
    મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા 2019-20ના બજેટને વધાવી જણાવ્યું કે, દેશના પહેલા મહિલા નાણાં મંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી સાથોસાથ પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણાંના વધુ સ્ત્રોત ઊભા કરવા માટે જે લોકોની આવક વધુ છે તેવા સંપન્ન લોકો વધુ ટેક્સ આપે એ સિધ્ધાંતના આધાર પર બજેટ રજૂ થયું છે.

    ‘‘સર્વજનહિતાય-સર્વજનસુખાય’’ મંત્ર સાથેનું બજેટઃ વાઘાણી
    જીતુ વાઘાણીએ નવી મોદી સરકારના પ્રથમ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, દેશના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ ગામડું, ગરીબ, ખેડૂત, યુવા, મહિલા, મધ્યમવર્ગ સહિત તમામ લોકોના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટેનું ‘‘સર્વજનહિતાય-સર્વજનસુખાય’’ મંત્ર સાથેનું બજેટ આપ્યું છે ત્યારે હું નવા ભારતના સંકલ્પને સિધ્ધ કરવા માટેનું ઐતિહાસિક બજેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને નાણામંત્રી નિર્મલા સીતારમણજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular