અમદાવાદ : 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં મુંઝવણ

0
3

સ્કૂલોએ વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે. પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં મુંઝવણ છે.

શહેર ડીઇઓ દ્વારા સ્કૂલોને પરિપત્ર કરાયો છે. જેમાં દરેક સ્કૂલોને સ્પષ્ટ સુચના અપાઇ છે કે તમામ સ્વનિર્ભર સ્કૂલોએ વર્ષ – 2021-22 માટે દરખાસ્ત કે એફિડેવિટ નક્કી કરેલા નમૂનામાં 31 માર્ચ સુધીમાં પોતાના એસવીએસ અધિકારીને આપવી. આ માટે સ્કૂલો પાસેથી 1 હજાર ચલણ, સ્કૂલ ઇન્ફોર્મેશન ફોર્મ, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓથોરિટીની માહિતી, સ્કૂલ એફિલેશન લેટર, યુ ડાયસ ડિટેઇલ, ખર્ચ અંગેનું સર્ટિફિકેટ, ઓપ્શન એક્ટિવિટીની માહિતી, લેન્ડ ડોક્યુમેન્ટ વગેગે દસ્તાવેજો મંગાવાયા છે.

સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર કર્યો છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે. પરંતુ આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેથી સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here