અમદાવાદ:કોંગ્રેસની નેતા પ્રગતિ આહિર રોડ પર બેસી ગઈ, કોંગ્રેસ ઓફિસ બહારથી નેતાઓને પોલીસ અટકાયત કરી

0
7

આઝાદીનો અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યાં હતાં. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દાંડીયાત્રા કાઢવા ગાંધીઆશ્રમ તરફ જવા માટે નીકળ્યા હતા. પરંતુ કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે કોંગી નેતાઓને અટકાવવાની શરૂઆત કરી હતી. જો કે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

આમ છતાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં. તેમાં પણ કોંગ્રેસના પ્રગતિ આહિર તો મહિલા PSIના હાથમાંથી છટીકીને આગળ વધી ગયા હતા.જો કે બાદમાં પોલીસે પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડાની અટકાયત કરી હતી.

કોંગ્રેસના નેતાઓને નજરકેદ કર્યા હતા
આ પહેલા સવારે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરુ થાય તે પહેલાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યાં હતાં.કોંગ્રેસ પક્ષની દાંડી યાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની કાર્યાલય બહારથી જ અટકાયત કરવા આવી હતી.

પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા
પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા

કોંગ્રેસ ઓફિસથી દાંડીયાત્રા કાઢવા ગાંધીઆશ્રમ તરફ જવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો નીકળ્યા હતા. કોંગ્રેસ ઓફિસ બહારથી જ નેતાઓને પોલીસ અટકાયત કરવાની હતી પરંતુ પોલીસ તેમને અટકાવી શકી ન હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં.પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા. વીએસ હોસ્પિટલ પાસે જ્યારે મહિલા PSI મહિલા નેતા પ્રગતિ આહીરને પકડવા ગયા ત્યારે ઝપાઝપી કરી અને હાથમાંથી છટકી અને આગળ વધવામાં સફળ રહ્યાં હતાં.

કોંગ્રેસની નેતા પ્રગતિ આહિર રોડ પર જ બેસી ગઈ હતી
કોંગ્રેસની નેતા પ્રગતિ આહિર રોડ પર જ બેસી ગઈ હતી

કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલની એલિસબ્રિજથી અટકાયત કરી લેવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસની મહિલા નેતા પ્રગતિ આહિર મહિલા PSIના હાથમાંથી છટકી ગઈ હતી, બાદમાં તે રોડ પરજ બેસી ગઈ હતી.

કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

તંત્રએ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી.યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.

રેલી પહેલા કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરો
રેલી પહેલા કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરો

અમિત ચાવડાએ રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.

કોંગ્રેસની રેલી પહેલા જ પોલીસ ખડકાયેલો પોલીસ કાફલો.
કોંગ્રેસની રેલી પહેલા જ પોલીસ ખડકાયેલો પોલીસ કાફલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here