- Advertisement -
અમદાવાદઃ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની સજા પર હાઈકોર્ટે સ્ટે મુક્યો છે. આ પહેલા ભગવાન બારડને ગત માર્ચમાં 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. જેની સામે ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ ઉપરાંત સુત્રાપાડા કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં હતા. જેને પગલે ચૂંટણીપંચે તાલાલા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી હતી. તેની સામે ભગવાન બારડ હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઈકોર્ટે બારડની અરજી ફગાવી દીધી. હાઈકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે તાલાલા બેઠકની પેટાચૂંટણી પર રોક લગાવી હતી.