Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : ગણેશ મહોત્સવની ઉજવણીની હાલની સ્થિતિને ધ્યાને રાખીને હાલ પૂરતી છૂટ
Array

અમદાવાદ : ગણેશ મહોત્સવની ઉજવણીની હાલની સ્થિતિને ધ્યાને રાખીને હાલ પૂરતી છૂટ

મૂર્તિકારોને માટીની મૂર્તિ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે - Divya Bhaskar

રાજ્ય સરકારે કોરોનાની ગાઈડલાઈન્સને 31મી ઓગસ્ટ સુધી વધારી છે. સાથે ગણેશ મહોત્સવની ઉજવણીની હાલની સ્થિતિને ધ્યાને રાખીને હાલ પૂરતી છૂટ આપી છે. ત્યારે અમદાવાદમાં ગણેશ મૂર્તિ બનાવવા માટે જાણીતા ગુલબાઈ ટેકરા ખાતે મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અહીં 5 હજાર કારીગરો મૂર્તિ બનાવતા હોય છે. જો કે, સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિ પર પ્રતિબંધ લાદયો છે. ત્યારે માટીની મૂર્તિ માંડ 5 ટકા બનાવી શકે છે. POPની મૂર્તિ પ્રતિબંધિત કરાતી હાલ 50 ટકા લોકો જ મૂર્તિ બનાવી રહ્યા છે અને બાકીના બેકાર બન્યાં છે.

આખા વર્ષની કમાણી એક જ મહિનામાં કરી લેતા

ગુલબાઈ ટેકરામાં રહેતા મૂર્તિકાર હીરાભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના કારણે અહીંના તમામ કારીગરો બેકાર બન્યા છે. આ મૂર્તિ બનાવવાનો અમારો મૂળ ધંધો છે. હું 35 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું. અમારે વર્ષમાં એક જ વાર આવો અવસર આવે. જ્યારે અમે અમારી કલા અને મહેનતથી પૈસા કમાઈએ છીએ. પરંતુ તેમાં હવે કોરોના અમને નડ્યો છે. પહેલા તો અમે સોનાના દાગીના, ઘર જેવી વસ્તુ ગીરવે મૂકીને પૈસા લાવતા હતા. આ વખતે અમારી હાલત એવી છે કે અમે વ્યાજે પણ પૈસા લાવી શકીએ તેવી હિંમત થતી નથી. સાથે સરકાર કોઇ મદદ નથી કરતી.

હવે વ્યાજે પૈસા લઈને મૂર્તિ બનાવવાનું સાહસ પણ નથી કરી શકતા
હવે વ્યાજે પૈસા લઈને મૂર્તિ બનાવવાનું સાહસ પણ નથી કરી શકતા

 

5 મહિનામાં માટીની 20 જ મૂર્તિ બની

તેમણે ઉમેર્યું કે, વધુમાં હવે અમે 5 હજાર કારીગર આ વિસ્તારમાં રહીએ છીએ. જે બધા POPની મૂર્તિ બનાવનાર કારીગર છીએ. હવે સરકાર કહે છે, માટીની મૂર્તિ જ બનાવવાની જે ખૂબ જ મુશ્કેલ છે. જેથી હવે લોકો આ વ્યવસાયમાં રસ દાખવતા નથી. અમારા જ મૂર્તિકારે 5 મહિનામાં 20 મૂર્તિ જ બનાવી શક્યા છે, એ પણ માટીની જેમાં અવારનવાર મૂર્તિને ટચિંગ કરવું પડે છે. હવે સરકાર POPની મૂર્તિને મજૂરી આપે તો અમારું કાંઈ થાય.

આ વર્ષે કોઈ ઓર્ડર આપવા આવ્યું નથી

મૂર્તિકાર કિશને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે દર વર્ષે 6 મહિના અગાઉ ઓર્ડર મુજબ મૂર્તિ બનાવાનું કામ કરતા હતા. આ વખતે કોઈ ઓર્ડર આપવા માટે આવ્યું નથી. આ મહોત્સવના એક મહિના પહેલા અમારા ત્યાં અવસર જેવો માહોલ હોય દિવસરાત અમે POPની મૂર્તિ બનાવવા માટે કામ કરતા અને મહેનતથી પૈસા કમાતા હતા. હવે માટીની મૂર્તિ બનાવનાર કારીગરો ઓછા છે, જેમાં અમને ઘણું નુકસાન થાય છે. સમય પણ વધારે જાય છે. કોઈ મૂર્તિ લઈ જાય તો તેમાં પણ માટીની મૂર્તિના કારણે તેઓ ટચિંગ કરવું પડે છે. હવે મૂર્તિકારો આ કામ કરવામાં બહુ રસ દાખવતા નથી. કારણે કે અમને નુકસાન ભોગવાનો વારો આવશે. હાલ બહુ બેકારી છે, અહીંના કારીગર બેકાર બન્યા છે.

મૂર્તિકાર 5 મહિનામાં 20 જ માટીની મૂર્તિ જ બનાવી શક્યા
મૂર્તિકાર 5 મહિનામાં 20 જ માટીની મૂર્તિ જ બનાવી શક્યા

 

નવરાત્રી બાદમાં ગુજરાતમાં સાર્વજનિક રીતે ગણેશોત્સવ ઉજવાય છે

રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી પછી સાર્વજનિક રીતે ધામધૂમથી ઉજવાતો તહેવાર એટલે ગણેશ ચતુર્થી. રાજ્યમાં અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટ જેવા ચાર મહાનગરોમાં પણ આ તહેવાર શેરીએ -શેરીએ ઉજવાય છે. લોકો સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. સાથે લોકો પોતાના ઘરે પણ ગણેશજીનું સ્થાપન-પૂજન કરે છે. જેથી ભગવાનની મૂર્તિની ગણેશ મહોત્સવમાં ઘણી ડિમાન્ડ રહેતી હોય છે.

વર્ષોથી ગુલબાઈ ટેકરા મૂર્તિ બનાવવા જાણીતું સ્થળ

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ માટે ગુલબાઈ ટેકરા વિસ્તાર જાણીતો છે. આ વિસ્તારમાં રહેતા લોકો ઘણા વર્ષોથી આ મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ગત વર્ષથી કોરોનાના કારણે આ મૂર્તિકારો પર ગ્રહણ લાગ્યું છે. કોરોનાના કારણે ગત વર્ષે પણ કોઈ સાર્વજનિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું, જેથી તેમને આર્થિક રીતે ઘણો માર પડ્યો હતો. ગુલબાઈ ટેકરામાં રહેતા મૂર્તિકારો આખા વર્ષ દરમિયાન એક જ તહેવારમાં મહેનત કરીને જે પૈસા મળે તેનાથી ગુજરાન ચલાવે છે. તેઓ સોનાના દાગીના અને પોતાનું ઘર ગીરવે મૂકીને પૈસા લાવતા હોય છે. સાથે તેઓ ઊંચા વ્યાજે પૈસા લાવીને આ મૂર્તિ બનાવવા માટે કાચો માલ લાવીને મૂર્તિ બનાવતા હોય છે. અને તેમાંથી થતી આવકથી આખું વર્ષ તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.

માટીની મૂર્તિમાં ભેજ લાગવાની શક્યતા વધારે રહે છે
માટીની મૂર્તિમાં ભેજ લાગવાની શક્યતા વધારે રહે છે

 

5 હજાર પૈકીના મોટાભાગને POPની મૂર્તિ બનાવતા આવડે છે

આ વિસ્તારમાં ઘરે-ઘરે મૂર્તિ બનાવવામાં આવતી હતી. તમામ કારીગર આ કલામાં ઘણા માહિર હોય છે. પરંતુ કોરોનાના કારણે આ વર્ષે પણ તેઓ બેકાર બન્યા છે. તેમને હવે ઊંચા વ્યાજે પૈસા લાવીને પણ મૂર્તિ બનાવવાની હિંમત નથી થતી. કારણે કે આ વિસ્તારમાં 5 હજાર કારીગર રહે છે, જેમાં માત્ર 2 કે 5 ટકા કારીગરને જ માટીની મૂર્તિ બનાવતા આવડે છે. બાકી તમામ કારીગર POPની મૂર્તિ બનાવવામાં માહિર છે.

માટીની મૂર્તિ ભેજના કારણે ટકાઉ નથી

સરકાર ગત 2 વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઈને POPની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી આ કારીગર આ મૂર્તિનો વ્યવસાય છોડીને બીજા ધંધા-રોજગારની શોધમાં લાગી ગયા છે. માત્ર આ વિસ્તારમાં 50 ટકા લોકો જ આ કામ સાથે હાલ જોડાયેલા છે. તેમને માટીની મૂર્તિ ઝડપી અને મજબૂત બનાવી શકતા નથી. ભેજવાળા વાતાવરણના કારણે મૂર્તિ ટકાઉ રહેતી નથી. સાથે તે મૂર્તિ બનાવવામાં ઘણી વધારે મજૂરી કરવી પડે, સામે તેની કિંમત કોઈ આપતું નથી. જેથી આ વર્ષે એક મહિના અગાઉ પણ ગુલબાઈ ટેકરામાં ગણેશ મહોત્સવને લઈને કોઈ તૈયારી જોવા મળતી નથી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments