અમદાવાદ : નમસ્તે ટ્રમ્પ માટે ફાળવેલી AMTSના ભાડાં અંગે વિવાદ

0
16

અમદાવાદ: મોદી અને ટ્રમ્પના રોડ શો તેમજ સ્ટેડિયમના કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની AMTSની 575 બસનો ઉપયોગ થયો હતો. આ બસનું ભાડું સ્વાગત સમિતિ કયા કઇ રીતે ચૂકવશે. તેને લઇને વિવાદ સર્જાયો છે. આ બસના ભાડાંની રકમ સરકાર ચૂકવશે કે સ્વાગત સમિતી તેવો વેધક પ્રશ્ન સર્જાયો છે.

સૂત્રો કહે કહે છે કે AMTS ખોટ કરે છે અને આવા કાર્યક્રમોમાં મૂકાયેલી બસોના નાણાં હવે કોની પાસેથી વસૂલવાના તેની પણ કોઇ સ્પષ્ટતા નથી. AMTS વિભાગે 575 જેટલી બસ મ્યુનિ.કોર્પોરેશનને આપી હતી. હવે તેના ભાડાની રકમ પણ મ્યુનિ. જ ચૂકવશે? તેને લઇને વિવાદ સર્જાયો છે. ભાડાની રકમને લઇને વિવાદ વધુ ઘેરો બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here