અમદાવાદ : સ્કૂલે વાલીઓની જગ્યાએ વિદ્યાર્થીઓને પેપર સબમીટ કરવા બોલાવતા વિવાદ

0
6

શહેરના ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સમબીટ કરાવવા માટે બોલાવવામા આવતા DEOએ સ્કૂલમાં તપાસ હાથ ધરી છે. સ્કૂલોમાં ઓફલાઈન પરીક્ષા બંધ હોવાને કારણે પરીક્ષા લઈને પેપર વાલીઓએ સ્કૂલમાં સબમિટ કરાવવા જવાનું હતું. પરંતુ સ્કુમ સ્કૂલમાં વાલીઓની જગ્યાએ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે.

​​વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરવા સ્કૂલમાં બોલાવાયા
કોરોનાના કહેર વચ્ચે સ્કૂલો બંધ છે. જેને લઇને ઓનલાઇન પરીક્ષા લેવાની સૂચના મહાનગરોમાં આપવામાં આવી છે. પરંતુ ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સબમીટ કરવા માટે બોલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને પગલે ડીઇઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેકટરે સ્કૂલની મુલાકાત લઇને આ મામલે તપાસ કરી હતી. જેમાં સ્કૂલ પ્રિન્સીપાલ અને ક્લાર્ક વચ્ચે સંકલન ન હોવાનું સામે આવ્યું.

સ્કુમ સ્કૂલની તસવીર
સ્કુમ સ્કૂલની તસવીર

DEOની તપાસમાં સ્કૂલે શું કારણ આપ્યું?
સ્કૂલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વાલીઓને પેપર સબમીટ કરવા માટે જણાવવામાં આવ્યુ હતું. પરંતુ ખુદ વિદ્યાર્થીઓ સબમીટ કરાવવા માટે આવ્યા હતા. જેને લઇને DEO કચેરીએ હાલમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા અને વાલીઓ પણ જો નોકરી કરતા હોય તો યોગ્ય સમય આપીને તેમને બોલાવવાની તાકીદ કરી છે.

કોરોનાના કેસો વધતા ઓફલાઈન શિક્ષણ બંધ
નોંધનીય છે કે કોરોનાના કેસો વધતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી 10 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરાશે તેવી જાહેરાત કરી હતી. આ 8 મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નિંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં અવાશે તેમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here