Sunday, September 19, 2021
Homeઅમદાવાદ : 5 દિવસમાં જ કોરોનાના કેસ બમણા થવાનો સિલસિલો યથાવત્
Array

અમદાવાદ : 5 દિવસમાં જ કોરોનાના કેસ બમણા થવાનો સિલસિલો યથાવત્

માર્ચથી શરૂ થયેલી કોરોનાની નવી લહેરે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું છે. એપ્રિલના પ્રારંભથી રોજિંદા કેસની સંખ્યા સતત નવો રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 2631 કેસ નોંધાયા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે. પાંચ દિવસમાં જ રોજિંદા કેસની સંખ્યા બમણી થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. મૃત્યુઆંકની વાત કરીએ તો 13 જૂને 26 દર્દીના મૃત્યુ થયા હતા. આમ 305 દિવસના ગાળા પછી ફરી એકવાર મૃત્યુનો આંક 25થી વધારે આવ્યો છે. 5 દિવસ પહેલાં કોરોનાથી શહેરમાં 12ના મૃત્યુ થયા હતા. આમ મૃત્યુઆંક પણ 5 દિવસમાં બમણાથી વધુ નોંધાયો છે. એપ્રિલના 15 દિવસમાં જ કોરોનાના 19,359 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી નોંધાયેલા 88 હજાર કેસના લગભગ 21 ટકા એટલે કે પાંચમા ભાગથી પણ સહેજ વધારે છે.

રોજે રોજ કેસ નવી ટોચ બનાવતા હોવાથી હોસ્પિટલો પણ ફૂલ થઈ ગઈ છે. 1200 બેડ સિવિલમાં જગ્યા રહી નથી. જ્યારે સિવિલ કેમ્પસની અન્ય હોસ્પિટલો પણ સંપૂર્ણ ભરાઈ જવાને આરે છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 96 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. વેન્ટિલેટરવાળા આઈસીયુ બેડની વાત કરીએ તો હવે માત્ર 6 બેડ ખાલી છે. મ્યુનિ.ના ચોપડે હજુ પણ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 10,657 છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 510 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં છેલ્લા એક સપ્તાહથી દાખલ દર્દીનો આંકડો 2 હજારથી વધુ રહેતો હતો. પરંતુ ગુરુવારે પહેલીવાર આ આંક ઘટીને 1915 થયો છે. ગુરુવારે નવા 153 દર્દી દાખલ થયા હતા. જ્યારે 194ને રજા અપાઈ હતી.

સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીના જણાવ્યા અનુસાર 1200 બેડ હોસ્પિટલમાં હાલ 1026 દર્દી છે. ગુરુવારે નવા 153 દર્દી દાખલ થયા હતા. આ ઉપરાંત કિડની હોસ્પિટલમાં 150, મંજુશ્રી કોવિડ હોસ્પિટલમાં 346, કેન્સર હોસ્પિટલમાં 229, યુએન મહેતામાં 189 અને સોલા સિવિલમાં હાલ 164 દર્દી દાખલ છે. ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર સાથેના આઈસીયુ અને વેન્ટિલેટર વગરના આઈસીયુ મળી કુલ 1317 બેડ છે. પરંતુ આજની તારીખે માત્ર 20 બેડ ખાલી છે. વેન્ટિલેટર સાથેના આઈસીયુ બેડ તો 99 ટકા સુધી ભરાઈ ગયા છે. અહીં કુલ 5817માંથી 5590 બેડ ભરેલા છે.

કોરોનાના દર્દીઓના મૃત્યુ મુદ્દે સિવિલમાં લોકોનો હોબાળો
સિવિલમાં મૃત્યુ પામેલા કોરોનાના દર્દીના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે, થોડા સમય પહેલાં અમે દર્દી સાથે વાત કરી હતી અને હોસ્પિટલે જૂજ મિનિટોમાં દર્દીનું મૃત્યુ થયાના સમાચાર આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments