Friday, September 17, 2021
Homeઅમદાવાદ : રાજકીય પક્ષની ધર્માદા માટે 5000 ઇન્જેક્શનની વહેંચણી કાયદેસર...
Array

અમદાવાદ : રાજકીય પક્ષની ધર્માદા માટે 5000 ઇન્જેક્શનની વહેંચણી કાયદેસર…

કોરોનાની બીીજ લહેર દરમિયાન એક-બે રેમડેસિવિર ઇન્જેક્શનની લેવડ-દેવડના કિસ્સામાં પણ પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટી) હેઠળ કાર્યવાહીનો વધુ એક કિસ્સો હાઇકોર્ટ સામે આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. વડોદરાના એક તબીબની પાસા હેઠળ ધરપકડની શક્યતા હોવાથી તેણે રક્ષણ મેળવવા અરજી કરી હતી.

જેથી જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સરકારને વેધક સવાલ કર્યો હતો કે શું હવે સરકાર એક-બે ઇન્જેક્શનની લેવડદેવડના કેસમાં પણ પાસા લગાવશે ? તો પછી ધર્માદા માટે પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી કાયદેસર ગણાય? સરકાર આમ કાર્યવાહી કરી અરાજકતા ફેલાવવાનું બંધ કરે. કોર્ટે હાલ અરજદાર તબીબની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે.

આજની સુનાવણીમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રાજ્ય સરકારનું ધ્યાન દોરતા કહ્યું હતું કે હજુ ગત અઠવાડિયે જ આવો કે સ આવ્યો હતો અને આ બીજો કેસ છે. શું સરકાર આવી રીતે બધા પર પાસા લગાવવાનું આયોજન કરી રહી છે? સરકાર આવા કેસમાં પાસા લગાવવાનું આયોજન કરી રહી હોય અને કોઇ કિસ્સાઓમાં પાસાની કાર્યવાહી કરી દીધી હોય તો તે મુદ્દે કોર્ટ સમક્ષ આવ તી સુનાવણીમાં સ્પષ્ટતા રજૂ કરવામાં આવે.

આ ઉપરાંત તેમણે ટકોર કરી હતી કે કોરોનાના કારણે તે સમયે સૌ ભય હેઠળ જીવી રહ્યા હતા.આવી પરિસ્થિતિમાં કોઇએ જીવ બચાવવા રેમડેસિવિરની વ્યવસ્થા કરી હોય તો તે બધા પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?

જો સમાનતાના કાયદાથી જોવામાં આવે તો રાજકીય પક્ષ કે જેણે ધર્માદાના સારાં આશયથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા તેનું શું? કોરોનાના કારણે લોકો પહેલેથી બહુ ડરેલા છે, તેથી લોકોને ડરાવવાનું અને અરાજકતા ફેલાવવાનું બંધ કરો. કોર્ટે અરજદાર તબીબની ધરપકડ ન કરવા નિર્દેશ આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments