Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : ડીપીએસ ઈસ્ટ સ્કૂલે ધો.૯ના પ્રવેશ બંધ કરવા સાથે માધ્યમિક વર્ગો...
Array

અમદાવાદ : ડીપીએસ ઈસ્ટ સ્કૂલે ધો.૯ના પ્રવેશ બંધ કરવા સાથે માધ્યમિક વર્ગો બંધ

સરકારના આદેશને પગલે અંતે વિવાદીત એવી ડીપીએસ ઈસ્ટ સ્કૂલે ધો.૯ના પ્રવેશ બંધ કરવા સાથે માધ્યમિક વર્ગો બંધ કરી દીધા છે.આમ હવે હાલ ડીપીઈએસ સ્કૂલ પ્રાયમરી જ રહી છે પરંતુ તે બંધ કરવાનો આદેશ છતાં હજુ કાર્યવાહી થઈ નથી.

ડીપીએસ ઈસ્ટ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આજે વાલીઓને લેટર મોકલીને જાણ કરી દેવામા આવી છે કે ધો.૧૦-૧૨ના ગત વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ આવે તે સાથે વાલીઓને આપી દેવાશે અને હવે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધો.૯ના પ્રવેશ બંધ કરવામા આવે છે તેમજ જે વિદ્યાર્થીઓ ધો.૯થી૧૧માં છે તેઓના વાલીઓએ સ્કૂલે આવી એલસી લઈ જવા.

આમ હવે ડીપીએસ ઈસ્ટ માધ્યમિક-ઉ.મા.ના વર્ગો માટે બંધ કરી દેવાઈ છે પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે પ્રાયમરીના વર્ગો બંધ કરવા સાથે સમગ્ર સ્કૂલ બંધ કરવા માટે કોઈ સ્પષ્ટતા કરી નથી. જ્યારે ડીપીએસ ઈસ્ટ સ્કૂલે ધો.૯ના વિદ્યાર્થીઓને ડીપીએસ બોપલ સ્કૂલમાં ટ્રાન્સફર થવુ હોય તે માટે વાલીને ભલામણ પત્ર આપવાનુ પણ જણાવ્યુ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments