Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : DPS સ્કુલના સંચાલકો ખુલાસો નહીં કરી શકતાં હવે દંડાત્મક કાર્યવાહી...
Array

અમદાવાદ : DPS સ્કુલના સંચાલકો ખુલાસો નહીં કરી શકતાં હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદમાં હિરાપુર ખાતેની DPS સ્કૂલ ફરી એક વાર વિવાદમાં આવી હતી. માન્યતા રદ થઈ હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. જેથી DEO દ્વારા આજે સ્કૂલના સંચાલકોને બોલાવી તેમની પાસે રજૂઆત અને ખુલાસો માંગવામાં આવ્યો હતો. સ્કૂલે પુરાવા રજૂ કર્યા હતા પરંતુ સંચાલકો ખુલાસો ના કરી શકતા હવે સ્કૂલ સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

સંચાલકો ખુલાસો ના કરી શક્યાં

31 માર્ચ 2021ના રોજ DPS ઇસ્ટની માન્યતા રદ થઈ હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. જે અંગે જાગૃત નાગરિકે DEO અને શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી જે બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને સ્કૂલ પર રૂબરૂ જઈને તપાસ શરૂ કરી હતી. સ્કૂલ માન્યતા ના હોવા છતાં ચાલુ રાખવામાં આવતા એટલો સમય શા માટે સ્કૂલ ચાલુ રાખવામાં આવી તે અંગે સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો અને સ્કૂલને રજૂઆત કરવાનો પણ મોકો આપવામાં આવ્યો હતો. પરંતુ સ્કૂલના સંચાલકો રજૂઆત કે ખુલાસો ના આપી શકતા હવે સ્કૂલ સામે શિક્ષક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આધાર પુરાવા રજૂ કરવા સંયુક્ત સુનવણી હાથ ધરાઈ હતી

આધાર પુરાવા રજૂ કરવા સંયુક્ત સુનવણી હાથ ધરાઈ હતી

આધાર પુરાવા રજૂ કરવા સંયુક્ત સુનવણી હાથ ધરાઈ હતી

અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે આજે DPS ઇસ્ટને આધાર પુરાવા રજૂ કરવા સંયુક્ત સુનવણી રાખવામાં આવી હતી. સુનવણીમાં સ્કૂલ દ્વારા આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે પરંતુ DEO ના આદેશ બાદ પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવતા ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે સ્કૂલ દ્વારા કેટલાક પુરાવા આપવામાં આવ્યા છે તે ચકાસવામાં આવી રહ્યા છે પરંતુ સ્ખલન આદેશ કર્યા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી જેથી સ્કૂલ સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

સ્કુલે માન્યતા વિના જ નવા એડમિશન પણ આપી દીધા

હીરાપુરમાં આવેલ DPS સ્કુલ પાસે પૂરતા દસ્તાવેજ નહોતા. જેના કારણે સ્કુલની માન્યતા રદ કરવામાં આવી હતી. માન્યતા રદ થયેલી હોવા છતાં સરકાર હસ્તક વહીવટ રાખીને વિદ્યાર્થીઓના હિત માટે 31 માર્ચ સુધી સ્કુલ ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ 31 માર્ચ બાદ પણ સ્કુલ દ્વારા જુના વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈને અને નવા એડમીશન આપીને સ્કુલ ચાલુ રાખવામાં આવી છે. જોકે સ્કુલે માન્યતા માટે ફરીથી અરજી કરી છે, પરંતુ દસ્તાવેજોના અભાવે હજુ સુધી માન્યતા મળી નથી. માન્યતા ના હોવા છતાં સ્કુલમાં 800 વિદ્યાર્થીઓના ભણી રહ્યા છે, જેમના ભવિષ્ય સામે સ્કુલ ચેડાં કરી રહી છે.

જાગૃત નાગરીકે પત્ર લખ્યો હતો

જાગૃત નાગરીકે પત્ર લખ્યો હતો

DEOને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહોતી કરાઈ

DPS સ્કુલ ચાલુ હોવાથી જાગૃત નાગરિક આશિષ કણજારીયા દ્વારા શિક્ષણ વિભાગ, શિક્ષણ સચિવ, DEO સહિતને અરજી કરી હતી. અરજી કરી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યાં. સ્કુલના વહીવટ અધિકારી તરીકે અમદાવાદ જીલ્લા શિક્ષણધિકારીને સત્તા આપવામાં આવી હતી. માન્યતા રદ થયાને 4 મહિના થયા હોવા છતાં DEO દ્વારા કોઈ કાર્યવાહી ના કરીને સ્કૂલને છાવરવામાં આવતી હતી. DEO દ્વારા માત્ર તપાસ કરવામાં આવશે, તેવું જ રટણ કરવામાં આવ્યું હતું. તપાસ કરવામાં ના આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે તે અંગે સવાલ ઉભો થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments