અમદાવાદ : ડો. અશોક ચાવડાને ગુજરાત ટુરિઝમ દ્રારા શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ એનાયત કરાયો

0
3

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના પદ પર કાર્યરત અને યુવા સાહિત્યકાર ડૉ. અશોક ચાવડાને તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મક્ષેત્રે વર્ષ 2019-20 દરમિયાન રીલિઝ થયેલી ફિલ્મો પૈકી ગુજોત્સવ પ્રોડક્શનની ‘કુટુંબ’ ફિલ્મમાં ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતું ગીત કવરમાં ‘રેશમી દોરો છલકતી આંખડી આવી, અબોલા બહેન સાથે છે છતાં પણ રાખડી આવી’ માટે ગુજરાત ટુરિઝમ દ્વારા ફિલ્મ એક્સેલન્સ ઍવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવોર્ડ રણોત્સવ દરમિયાન જાહેર કરવામાં આવ્યો છે. GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા તેઓને સમગ્ર GTU પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

આ સિવાય પણ તેમને એવોર્ડ મળી ચૂક્યા છે
સાહિત્ય ક્ષેત્રે ‘બેદિલ’ના ઉપાનામથી જાણીતા ડૉ. અશોક ચાવડાએ આ સંદર્ભે દિગ્દર્શક બિપિન બાપોદરા, સંગીતકાર મૌલિક મહેતા અને ગાયક વિક્રમ ઠાકોરનો આભાર માનતાં જણાવ્યું હતું કે, આ શ્રેણીમાં પસંદગી થવા બદલનો શ્રેય સમગ્ર “ કુટુંબની” ટીમને ફાળે જાય છે. આ અગાઉ તેઓને ‘ડાળખીથી સાવ છૂટાં’ પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ભારત સરકારનો ‘સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર-2013’ અને ગુજરાત સરકારનો ‘દાસી જીવણ એવોર્ડ-2014’ પણ મળી ચૂક્યો છે.

સમગ્ર GTU પરિવારે અભિનંદન પાઠવ્યા
‘પગરવ તળાવમાં’ ગઝલસંગ્રહ અને ‘પીટ્યો અશ્કો’ હાસ્ય કવિતાસંગ્રહ માટે અનુક્રમે ગુજરાત સરકાર તરફથી ‘યુવા ગૌરવ પુરસ્કાર-2012’ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સર્વશ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિક પણ મેળવી ચૂક્યા છે. વર્ષ-2016નો ‘રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા ઍવોર્ડ’ પણ તેમના નામે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓએ પૂર્વે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર અને હાલ GTU ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. સાહિત્યિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા બદલ માર્ચ-2017માં આદરણીય રાષ્ટ્રપતિ સાથે ‘રાઇટર્સ ઇન રેસિડન્સ’ અંતગર્ત 15 દિવસ રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બન્યા હતા. તેઓને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઝળહળ સફળતા મેળવવા બદલ સમગ્ર GTU પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here