Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : ડો. તેજસ પટેલે લોકોને હાથ જોડીને વેક્સિન લેવા માટે વિનંતી...
Array

અમદાવાદ : ડો. તેજસ પટેલે લોકોને હાથ જોડીને વેક્સિન લેવા માટે વિનંતી કરી

કોરોનાને કારણે રાજ્યની સ્થિતિ ભયાનક બની રહી છે, અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડોક્ટર તેજસ પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા વિનંતી કરી છે. સાથે જ લોકોને હાથ જોડીને વેક્સિન લેવા માટે વિનંતી કરી છે.

ડોકટર તેજસ પટેલ વધુમાં જણાવે છે કે, કોરોનાનો સમય ઘણો કઠિન રહ્યો છે. વાયરોલોજીના તમામ સિદ્ધાંતને કોરોનાએ અવગણ્યો છે. દરેક ટેમ્પરેચરમાં વાયરસ સરવાઈવ થયો. એક સમય આવી ગયો કે હવે કોવિડ રવાના થશે પણ તેનાથી ઉલટી પરિસ્થિતિ શરૂ થઈ છે. હું વિનંતી કરું છું લોકોને માસ્ક પહેરવું જઈએ, ટોળાં ન થવા જોઈએ. લોકડાઉન પણ આનો જવાબ નથી. હું બે હાથ જોડીને લોકોને વીનતી કરું છું વેકસીન લઈ લો. વેક્સિનથી મોત થશે નહીં.

રાજ્યમાં છેલ્લા એક વર્ષથી વધારે સમયથી કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તબીબો દિવસ-રાત રજાઓ લીધા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એવામાં છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments