Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : BRTSના સ્ટેન્ડથી ગંતવ્ય સ્થળ સુધી જવામાં મુસાફરોની સરળતા માટે ઈ-રીક્ષાની...
Array

અમદાવાદ : BRTSના સ્ટેન્ડથી ગંતવ્ય સ્થળ સુધી જવામાં મુસાફરોની સરળતા માટે ઈ-રીક્ષાની સેવા શરૂ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી બી.આર.ટી.એસ.બસોમાં મુસાફરી કરતા મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા પ્રાયોગિક ધોરણે સવાર-ઈ નામથી નવી સેવા શરૂ કરી છે. જેમાં બસ સ્ટોપ પર ઉતર્યા બાદ ગંતવ્ય સ્થાન સુધી જવાની સુવિધા શરૂ કરાઈ છે.

BRTS બસ સ્ટોપથી સરખેજ હાઈવે સુધી રીક્ષાની સુવિધા

બીઆરટીએસ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં તકલીફ પડતી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને ધ્યાનમાં રાખીને એક રૂટ પર 6 જેટલી ઈ-રીક્ષા શરૂ કરી છે. હાલમાં શિવરંજની બી.આર.ટી.એસ જંકશનથી પ્રહલાદનગર-સરખેજ હાઈવે સુધી આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ મુસાફર 10 રૂપિયાની ટિકિટ લઈને સરખેજ હાઈવે સુધીની મુસાફરી કરી શકશે.

રીક્ષાનો ડ્રાઈવર મુસાફરોને ટિકિટ આપશે

ઈ-રીક્ષાના ડ્રાઈવરને એક બુકલેટ આપવામાં આવી છે. જેમાંથી દરેક મુસાફરને ટિકિટ આપવામાં આવશે. ખાનગી કંપની સાથે પી.પી.પી ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેકટને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં બી.આર.ટી.એસના મુસાફરો સંખ્યા વધુ હોય તે સ્થળે પણ આ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments