Monday, September 20, 2021
Homeઅમદાવાદ : ચૂંટણીના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી કરવામાં આવી, ફોર્મમાં ભૂલો આવતા...
Array

અમદાવાદ : ચૂંટણીના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી કરવામાં આવી, ફોર્મમાં ભૂલો આવતા કોંગ્રેસની લીગલ ટીમ દોડતી થઈ

રાજ્યની 6 મહાનગર પાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી કરવામાં આવી રહી છે. જેને પગલે ઉમેદવારી ફોર્મમાં ભૂલો સામે આવવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે ઉમેદવારી ફોર્મ રદ થઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે બહેરામપુરામાં ટિકિટ વિતરણને કારણે રોષ જોવા મળી રહ્યો છે. જેથી ખેડાવાલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને રાજીનામું આપે એવી શક્યતા છે. જો કે અમિત ચાવડાનું કહેવું છે કે, તેમને સાંભળવામાં આવશે તેઓ રાજીનામું ના આપે.

ઉમેદવારોના ફોર્મમાં ભૂલો આવતા કોંગ્રેસની લીગલ ટીમ દોડતી થઈ

આ ઉપરાંત અમદાવાદ મનપાના કોંગ્રેસના કેટલાક ઉમેદવારના ફોર્મમાં ભૂલ સામે આવતા કોંગ્રેસના લીગલ સેલ અને એડવોકેટોની દોડધામ થઈ ગઈ છે. કોંગ્રેસના ઠકકરનગર વોર્ડના એક ઉમેદવારના ફૉર્મમાં ભૂલ સામે આવી છે. જ્યારે દિનેશ પરમારનું ફોર્મ પણ અટવાયું છે. તેમની એફિડેવિટમાં ક્ષતિ હોવાના કારણે ફોર્મ રદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે કોંગ્રેસની લીગલ ટીમ કલેકટર ઓફિસ પહોંચી છે. સરદારનગર વોર્ડમાં ઉમેદવાર દેવલબેન રાઠોડના ફોર્મમાં પણ ભૂલ છે, ટેકેદારની સહી બાકી રહી જતા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે કલેકટર ઓફિસમાં રજુઆત થતા સાંભળવાની તક આપી ​​​​​​​ફોર્મને માન્ય કરવા એડવોકેટ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.​​​​​​​

ભાજપનું નવું સૂત્ર લોન્ચ કરી રહેલા ડાબેથી યમલ વ્યાસ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

ભાજપનું નવું સૂત્ર લોન્ચ કરી રહેલા ડાબેથી યમલ વ્યાસ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

ભાજપનું નવું સૂત્ર ‘ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ’

કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં સામે આવી રહેલી ભૂલો વચ્ચે ભાજપે તો પ્રચારનું રણશિંગુ ફુંકી દીધું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે નવો લોગો જાહેર કર્યો છે, જેનું સ્લોગન ‘ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ’ રાખવામાં આવ્યું છે. તેની સાથે સાથે થીમ સોંગનું પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં લોન્ચિગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પાટીલે કહ્યું કે, અમિત શાહ પ્રચાર માટે નહીં આવે, 10મીએ નગરપાલિકા અને પંચાયતોના ઉમેદવારોની એક સાથે યાદી જાહેર કરીશું. તેની સાથે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પુત્રની ઉમેદવારી અંગે કહ્યું કે મધુ શ્રીવાસ્તવ પ્રચારમા જશે ત્યારે શિસ્તભંગનુ જોઇશું.

લાંભા વૉર્ડના કોંગ્રેસ છોડનારા 100 કાર્યકરો ભાજપમાં જોડાશે

અમદાવાદના લાંભા વૉર્ડના કોંગ્રેસના 600 જેટલા કાર્યકરોએ રાજીનામા આપ્યા બાદ તેમાના 100થી વધુ કાર્યકરો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. શાહવાડી ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સુરેશ પટેલ આ કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકારશે.

ડો.પ્રવીણ તોગડીયાની પાર્ટી HND(હિન્દુસ્તાન નિર્માણ દળ)એ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું છે. HND નગર પાલિકાના તમામ 11 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments