Friday, April 19, 2024
Homeઅમદાવાદ : કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા સાથે...
Array

અમદાવાદ : કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા સાથે હાર્દિક પંડ્યા તથા ચેતેશ્વર પુજારાની એન્ટ્રી

- Advertisement -

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં 24 ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બંને ટીમ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. ટીમ ઈન્ડિયામાંથી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા સાથે હાર્દિક પંડ્યા તથા ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા.

ગ્રાઉન્ડમાં બારીકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

​​​​​​​1,10,0000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 55,000 લોકોને પ્રવેશ આપવામાં આવશે, ત્યારે ખેલાડી અને પ્રેક્ષકો તથા VVIP મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં પોલીસ તરફથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટેડિયમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્ટેડિયમમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જે ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે તે ગ્રાઉન્ડમાં પણ બારીકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમ જેમ મેચના દિવસો નજીક આવતા જશે તેમ તેમ બંદોબસ્ત અને ચેકિંગ પણ વધારવા આવશે.

સ્ટેડિયમમાં ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે

​​મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોના બેસવાની કેપેસિટી છે, પરંતુ કોરોનાને કારણે 50 ટકા એટલે કે 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.

50% દર્શકોને એન્ટ્રી, ટિકિટનો ભાવ 300થી 2500 રૂપિયા

​​​​​​​મહત્ત્વનું છે કે આ વખત સ્ટેડિયમમાં 50% દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે. ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો ભાવ 300થી 2500 રૂપિયા છે, જેથી આ વખતે ઘણાં વર્ષો બાદ મેચનો ઉત્સાહ લોકોમાં જોવા મળશે.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે. BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

મોટેરાની બેઠક ક્ષમતા મેલબર્ન કરતાં 20% વધારે

​​​​​​​મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને હરાવ્યું છે.

360 ડીગ્રી સ્ટેડિયમ

સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચ સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular