અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન કેન્દ્રો પર EVM મશીન મોકલવાની કામગીરી, મતદાન મથકો પર રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

0
9
  • સવારથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મોકલવાની કામગીરી શરૂ

રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23મી ફેબ્રુઆરી 2021ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવશે. આજે સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવ્યા છે. 16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મોકલવાની કામગીરી કરવામાં આવી છે. EVM મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન 48 વોર્ડના 4500થી વધુ મતદાન મથકમાં રહેશે. આવતીકાલે 6 સવારે મોકકોલ બાદ સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. આવતીકાલે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવશે.

EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા
EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા

ચૂંટણી તંત્ર દ્વારા 48 વોર્ડમાં 192 સીટ પર મતદાન માટે 4550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન 16 રીટર્નીંગ ઓફીસર અને 16 આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ દેખરેખ રાખશે. મતદાન માટે તંત્ર દ્વારા EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે 28161 પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાર અને 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદારો, 145 જેટલા અન્ય મતદારો એમ કુલ 45 લાખ 41 હજાર 346 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.

16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી
16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી

ચૂંટણી અધિકારી ઘનશ્યામ પ્રજાપતિએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારથી EVM મશીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રિસાઇડીંગ ઓફીસર, આસી. પ્રોસાઇડીંગ ઓફિસર સહિતનો સ્ટાફ આજથી EVM મશીન પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથક પર મોકલવામાં આવશે. બસમાં જે તે મતદાન મથકમાં EVM પહોંચાડવામાં આવશે. સ્ટાફ આખી રાત ત્યાં હાજર રહેશે. આવતીકાલ સવારે મોક કોલ બાદ 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે મતદાન પૂરું થયા બાદ ડિસપેચ સેન્ટર પર EVM લાવી અને ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામા આવશે.

સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવ્યા
સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here