Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : ઉઘરાણીએ ગયેલા યુવક પર જીવલેણ હુમલો
Array

અમદાવાદ : ઉઘરાણીએ ગયેલા યુવક પર જીવલેણ હુમલો

ચોરી ઉપર સે સીના જોરી કહેવત જેવો કિસ્સો ખોખરા વિસ્તારમાં બન્યો છે. જેમાં ઉછીના આપેલા પૈસા યુવકે પરત માગતા ત્રણ વ્યક્તિઓએ તેના પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકનો હાથ કોણી સુધી કપાઇ લટકી ગયો હતો. હુમલા બાદ ત્રણેય વ્યક્તિ પલાયન થઇ ગયા હતા. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા પોલીસે ત્રણ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશનો શુભમ રામગોવિંદ મિશ્રા ખોખરા અનુપમ સિનેમા પાસે પરિવાર સાથે રહે છે અને મહેમદાવાદ કોલેજમાં આઇટીનો અભ્યાસ કરે છે. તેના જ વિસ્તારમાં રહેતા ઘનશ્યામ અમરનાથ મોર્યને એક વર્ષ પહેલાં 20હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેનો વાયદો વિતવા છતા ઘનશ્યામે તે પૈસા પરત આપ્યા ન હતા. આ દરમિયાન 24મીના રોજ સાંજે શુભમ પોતાના ઘર પાસે આવેલ મંદિર પાસે ઉભો હતો.ત્યારે ઘનશ્યામ મોર્ય ત્યાંથી પસાર થતો હતો. જેથી શુભમે તેને ઉભો રાખ્યો હતો અને અગાઉ આપેલા 20 હજાર રૂપિયા પરત માગતા કહ્યું હતું કે, મારે હાલ પૈસાની ખુબ જ જરૂર છે  તું મને મારા પૈસા પાછા આપી દે. ત્યારે ઘનશ્યામે જણાવ્યું હતું કે, તુ મને રસ્તા વચ્ચે ઉભો રાખી પૈસા કેમ માગે છે.

ત્યારબાદ તે બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે શુભમે ગાળો ન બોલવા અને શાંતિ રાખવા કહ્યું હતું. જેથી ઘનશ્યામે કહ્યું હતું કે, તું શાંતિ રાખ થોડી વારમાં આવું છું અને તને બતાવું છું હું કોણ છું. આટલું કહ્યા બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. બીજી તરફ શુભમ ત્યાં જ ઉભો ઉભો ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન ઘનશ્યામ અને તેને બે મિત્રો લાલુ તથા સુમિત ત્યાં આવ્યા હતા.ઘનશ્યામ અને લાલુના હાથમાં તલવાર હતી જ્યારે સુમિતના હાથમાં ચાકુ હતું. શુભમ કંઇ પણ સમજે તે પહેલાં ઘનશ્યામે તલવારનો ઘા મારી દીદો હતો. બચવા માટે શુભમે હાથ નાખતા ઘા હાથ પર વાગ્તા ડાબા હાથની કોણી સુધી હાથ કપાયો હતો અને લટકી ગયો હતો.

ત્યારબાદ બીજા લોકોએ પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમયે શુભમ લોહી લુહાણ થઇ નીચે પટકાયો હતો અને બુમા બુમ કરવા લાગ્યો હતો. જેથી લોકોના ટાળો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ ત્રણે હુમલાખોર ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

બીજી તરફ લોહીલુહાણ હાલતમાં શુભમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી.આ અંગે શુભમે ઘનશ્યામ મોર્ય, લાલુ મોર્ય અને સુમિત રાજપુત સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments