અમદાવાદ : ફાઇનાન્સરનો વડોદરામાં આપઘાત, મોત પહેલા 10 લોકોને ઠેરવ્યા જવાબદાર

0
42

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની અમિટી હોટલમાં અમદાવાદમાં નાણાં ધીરનારનો ધંધો કરતા ફાઇનાન્સરે ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. મોત પહેલા ફાઇનાન્સરે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં 10 લોકોને મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.

મૂળ અમદાવાદના અલ્પેશભાઇ નાનજીભાઇ પટેલ ગત રોજ સાંજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમિટી હોટલમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. હોટલનો દરવાજો બંધ હોય અને કોઈ જવાબ ન મળતા આ મામલે હોટલ અમિટીના મેનેજરે સયાજીગંજ પોલીસ તેમજ વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે ઈસમનો મૃતદેહ પંખે લટકતો નજરે પડ્યો હતો. પોલીસે મૃતકનો મૃતદેહ નીચે ઉતારી તપાસ કરતા એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.

સ્યુસાઈડ નોટમાં નાગર્જુન ભાઈ, ભરતભાઇ ભૂતિયા, નારેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, સનાથલ ગામના અનિરુદ્ધસિંહ, ગોધવી ગામના મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરત સિંહ જોધા તથા અમદાવાદ બાપુનગરના અમિત ખૂટ સાથે અલ્પેશભાઈ પટેલ ફાઇનાન્સને લાગતી નાણાં આપવા મુકવાની કામગીરી કરતા હતા.

આ તમામ લોકો અલ્પેશ ભાઈ પાસેથી બળજબરી પૂર્વક નાણાં કઢાવવા અવારનવાર નાણાંની માંગણી કરીને અલ્પેશભાઈ તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા હતા. અલ્પેશ ભાઈને મરવા માટે મજબૂર કર્યા હોવાનું કારણ સ્યૂસાઈડ નોટમાં જણાઈ આવતા સયાજીગંજ પોલીસે આ તમામ વિરુદ્ધ દુષપ્રેરનાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરાની અમિટી હોટલમાં ફાંસો ખાધો હોવાની ઘટના બાદ મૃતક વ્યક્તિના ફોન પર રાત્રે તેમના દીકરાનો ફોન આવ્યો હતો. તે સમયે વડોદરા પોલીસે આપઘાતની ઘટનાની જાણ કરતાં અમદાવાદના બોપલ વિસ્તારમાં પ્રાગટ્ય રેસીડેન્સી ખાતે રહેતો તેમનો પરિવાર વડોદરા દોડી આવ્યો હતો.

મૃતકના પત્ની જયાબેન અલ્પેશભાઇ પટેલની પ્રાથમિક પૂછપરછના આધારે પોલીસે જયાબેનની ફરિયાદ પ્રમાણે દસે આરોપીની સામે ગુનો દાખલ કર્યો છે.

સ્યુસાઇડ નોટમાં લખાયેલા આરોપીઓના નામો

નાગાર્જુનભાઈ (રહે. અમદાવાદ)

ભરતભાઈ ભૂતિયા (રહે. અમદાવાદ)

નરેન્દ્રસિંહ વાઘેલા (રહે. અમદાવાદ)- મેઘરાજભાઈ (રહે. અમદાવાદ)

અનિરુદ્ધસિંહ (રહે. અમદાવાદ)

મુકેશભાઈ વાઘેલા (રહે. અમદાવાદ)

લાલો વાઘેલા (રહે. અમદાવાદ)

લકી વાઘેલા (રહે. અમદાવાદ)

ભરતસિંહ જોધા (રહે. અમદાવાદ)

અમિત ખુંટ (રહે. અમદાવાદ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here