અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી પાસે AMTS બસમાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

0
12

ન્યુઝ ડેસ્ક, સીએન 24 ન્યુઝ ,

સોમવારની સવાર એટલે દરેકને કોલેજ અને નોકરીએ જવાનો સમય. આ સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા AMTS બસ સ્ટોપ પાસે ઉભેલી એક બસમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી.

સવારના સમયે બસના ડ્રાઇવરે બસ ચાલુ કરતા અચાનક ધૂમાડા નીકળવાના ચાલુ થયા હતા. આ ઘટનાની જાણ તરત ડ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગમાં કોઈપણ જાનહાની થઈ નથી.

બસમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સવારમાં આ ઘટના બનવાના કારણે ત્યાંથી પસાર થતાં લોકો પણ ઘટનાની તપાસ કરતા હોઈ થોડોઘણે અંશે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here