અમદાવાદ : પી એન્ડ ટી બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ, ધૂમાડો બહાર કાઢવા ઓફિસના કાચ તોડવા પડ્યા

0
9

ખાનપુર વિસ્તારમાં કામા હોટલ પાસે આવેલી પી એન્ડ ટી બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં બુધવારે આગ લાગવાનો બનાવ બન્યો છે. BSNLની કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસના એસીમાં આગ લાગતા આખી બિલ્ડીંગને ખાલી કરવાની ફરજ પડી હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ અને સ્નોરકેલ સાથે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીના મારાથી આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આજ બિલ્ડીંગમાં પોસ્ટ ઓફિસની મેઈન ઓફિસ આવેલી છે. તેમજ કાચ તોડવા દરમિયાન જગદીશ યાદવ નામના ફાયરમેનને ઈજા થઈ હતી.

બિલ્ડીંગમાં આગ ઓલવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓ
બિલ્ડીંગમાં આગ ઓલવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓ

ગુરુવારે શહેરના ખાનપુર વિસ્તારમાં પી એન્ડ ટી નામની બિલ્ડીંગમાં BSNLની કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસમાં આગ લાગતા આખી બિલ્ડીંગ ખાલી કરાવી દેવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગની ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત કે ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી. હાલમાં ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબુમાં લેવામાં આવી રહી છે. આગ ઓલવવાની કામગીરી દરમિયાન કાચ તોડવા પડ્યા હતા.

આગની ઘટનાનું કારણ જણાવતા ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ફર્નિચર અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ સંપૂર્ણ કન્ટ્રોલમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. આગથી ઓફિસમાં ધૂમાડો વધી જતા તેને બહાર કાઢવા માટે કાચ તોડવા પડ્યા હતા, અને હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here