અમદાવાદ : મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારો મુદ્દે કોંગ્રેસમાં 5 ધારાસભ્યો અને શહેરના બે નેતાઓ જીદે ચડ્યા

0
14

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પંસદગી માટે મેરેથોન બેઠકો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે અમદાવાદ સિવાય પાંચ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. બીજી બાજુ અમદાવાદમાં ઉમેદવારો માટે પાંચ ધારાસભ્યો અને બે નેતાઓના કારણે કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી બાજુ અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા કમળાબેન ચાવડાનો તેમના જ મત વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે. પાંચ વર્ષની ટર્મમાં બહેરામપુરાના લોકો માટે કોઈ સારા કામ ન કર્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકો અને સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા કમળા ચાવડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ અને AMCના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા આમને સામને

કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ અને AMCના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા આમને સામને

AMCમાં પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ પોતાના માણસો માટે ટિકીટ માંગી રહ્યાં છે

વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ પોતાના ઉમેદવારને ટીકિટ અપાવવા માટે જીદે ચડ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દિન શેખ અને શૈલેષ પરમાર પણ પોતાના માણસોને ચૂંટણીમાં ઉતારવા માટે ટિકીટ મેળવવા પાર્ટી સામે જીદે ચડ્યાં છે. કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને AMCમાં પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ પોતાના માણસો માટે ટિકીટ માંગી રહ્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલા જીદે ચડ્યાં

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલા જીદે ચડ્યાં

લાખા ભરવાડે પોતાના પુત્રને ફરીવાર ટીકિટ અપાવવા માટે મથામણ શરુ કરી

ધારાસભ્ય લાખા ભરવાડે અગાઉ ચૂંટણી હારી ચૂકેલા પોતાના પુત્રને ફરીવાર ટીકિટ અપાવવા માટે મથામણ શરુ કરી છે. જ્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે બક્ષીપંચ જ્ઞાતિના ઉમેદવાર માટે ટિકીટની માંગ કરી છે. મહત્વનું છે કે ઈમરાન ખેડાવાલા ખુદના માટે જ ટિકીટ માંગી રહ્યાં છે. તેઓ ખાડિયા વોર્ડમાં તમામ ઉમેદવારોમાં પોતાના માણસોને ગોઠવવા હવે આકરી જીદે ચડ્યા હોવાનું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી બાજુ હિંમતસિંહ પટેલ અને AMCના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા ફરીવાર આમને સામને આવી ગયાં છે.

કોંગ્રેસના નેતાએ રાજીવ સાતવને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો

કોંગ્રેસના નેતાએ રાજીવ સાતવને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો

પત્રમાં ધારાસભ્ય રૂપિયા લઈને ટિકીટ વેચતા હોવાનો આક્ષેપ

કોંગ્રેસના બાપુનગરના નેતા અનિલ રાજપૂતે 25 જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને લખેલા પત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકીટ અપાવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. પત્રમાં કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે, શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે, આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે. પત્રમા કહેવાયું છે કે, ખરેખર કામ કરનારા લોકોને ન્યાય નહિ મળે તો તેની સંપૂર્ણ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે.

પત્ર અંગે અનિલ રાજપુતે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો

પત્ર અંગે અનિલ રાજપુતે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો

પત્ર અંગે અનિલ રાજપૂતે ખુલાસો કર્યો

ગુજરાત NSUIના અનિલ રાજપૂતે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે કે, મેં આવો કોઈ લેટર લખ્યો નથી અને મારા નામે કોઈ ત્રાહિત વ્યક્તિએ આ લેટર લખ્યો છે. જેને પણ આ લખ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે. હિંમતસિંહ પટેલને આદર્શ નેતા માનું છે. લેટર પર તેઓ કાયદેસરની કાર્યવાહી કરે. મને બદનામ કરવા આ લેટર લખ્યો છે.

સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરોએ પણ બેનરો સાથે કમળાબેન ચાવડાનો વિરોધ કર્યો

સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરોએ પણ બેનરો સાથે કમળાબેન ચાવડાનો વિરોધ કર્યો

પૂર્વ કોર્પોરેટર કમળાબેનની ઉમેદવારી થશે કે કેમ તેના પર સવાલ છે

અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને મ્યુનિ. વિપક્ષના પૂર્વ નેતા કમળાબેન ચાવડાનો સ્થાનિકો સતત વિરોધ કરી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર કમળાબેન ચાવડાના ઠેર ઠેર વિરોધ કરતા પોસ્ટર તેમના જ વોર્ડમાં લાગ્યા છે. પાંચ વર્ષની ટર્મમાં બહેરામપુરાના લોકો માટે કોઈ સારા કામ ન કર્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકો અને સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા કમળા ચાવડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ ઠેર-ઠેર પોસ્ટર લગાવીને પૂર્વ કોર્પોરેટર કમળા ચાવડા સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોએ બેનરમાં લખ્યું કે કે, આ છે બહેરામપુરાનો વિકાસ, કોન્ટ્રાક્ટર નહીં કાઉન્સિલર જોઈએ છે. કૌભાંડી હટાવો. સ્થાનિક લોકો માટે વિકાસના કામ ન કરતા હવે પૂર્વ કોર્પોરેટરને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. સ્થાનિકોએ બે દિવસ પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો કર્યો હતો અને બહેરામપુરા વોર્ડમાંથી કમળા ચાવડાની રિપોટ ન કરવામાં આવે તેવી માગણી કરી હતી. આજે ફરીથી વિરોધ થતાં કમળાબેનની ઉમેદવારી થશે કે કેમ તેના પર સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here