Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : 10 દિવસ બાદ પહેલીવાર પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા
Array

અમદાવાદ : 10 દિવસ બાદ પહેલીવાર પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા

અમદાવાદમાં નવા કેસોમાં થોડી રાહત જોવા મળી રહી છે. શહેર અને જિલ્લામાં 10 દિવસ બાદ પહેલીવાર પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4 હજાર 683 અને ગ્રામ્ય 61 સાથે કુલ 4 હજાર 744 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 26 અને ગ્રામ્યમાં 1 સાથે કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે રાહતની વાત તે છે કે શહેરમાં 3 હજાર 510 અને ગ્રામ્યમાં 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ કેસનો આંક 1 લાખ 76 હજાર 11 થયો છે. જ્યારે 1 લાખ 5 હજાર 286 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7508  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818 પર પહોંચ્યો છે. જેમાંથી 722  લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9,   મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 7, સુરત 4,  જામનગર-6,  બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0,  પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6,  જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0,  ભરૂચ 6,  દેવભૂમિ દ્વારકા 2,   બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494,   મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523,  ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401,  જામનગર કોર્પોરેશન- 398,  સુરત 389,  જામનગર-309,  બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174,   પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147,  જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53,  ભરૂચ 44,  દેવભૂમિ દ્વારકા 30,   બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,24,31,368  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments