Tuesday, April 16, 2024
Homeઅમદાવાદ : AMCના પૂર્વ કમિશ્નર વિજય નહેરાએ લૉ-ગાર્ડન સ્થિત બંગલો ખાલી ના...
Array

અમદાવાદ : AMCના પૂર્વ કમિશ્નર વિજય નહેરાએ લૉ-ગાર્ડન સ્થિત બંગલો ખાલી ના કર્યો

- Advertisement -

રાજય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધ્યા હતા અને તેને કાબુમાં લેવા એગ્રેસીવ ટેસ્ટિંગ સહિતની કામગીરી કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશ્નર અને IAS વિજય નહેરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તેમની બદલી થઈ અને રાજ્ય સરકારમાં ગ્રામીણ વિકાસ સચિવ તરીકે ફરજ પર છે છતાં તેઓએ લો ગાર્ડન સ્થિત મ્યુનિસિપલ કમિશ્નર બંગલામાં રહી રહ્યા છે. તેમણે હજી સુધી આ બંગલો ખાલી કર્યો નથી. તેમજ નવા કમિશ્નર મુકેશ કુમાર હાલ બોડકદેવ વિસ્તારમાં રહે છે.

મને બંગલો ખાલી કરવા નોટીસ મળી નથીઃ નેહરા
આ અંગે IAS વિજય નેહરા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં તેઓએ મ્યુનિસિપલ કમિશ્નર બંગલામાં રહી રહ્યા છે અને તેઓને બંગલો ખાલી કરવા માટે કોઈ નોટિસ મળી નથી. આ મામલે મ્યુનિસિપલ કમિશ્નર અને IAS મુકેશકુમારનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.

અમદાવાદમાં લૉ ગાર્ડન સ્થિત મ્યુનિસિપલ કમિશ્નરનો બંગલો
અમદાવાદમાં લૉ ગાર્ડન સ્થિત મ્યુનિસિપલ કમિશ્નરનો બંગલો

કમિશનર બને તેમને લૉ ગાર્ડન સ્થિત બંગલો ફળવાય છે
કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિવાદમાં આવનાર IAS વિજય નહેરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. લો ગાર્ડન પાસે મેયર બંગલોની બાજુમાં જ મ્યુનિસિપલ કમિશ્નરનો બંગલો આવેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર બને તેમને આ બંગલો ફાળવવામાં આવે છે. કોરોના કાળમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અને IAS વિજય નહેરાની સરકારમાં ગ્રામીણ વિકાસ સચિવ તરીકે બદલી કરવામાં આવી હતી અને અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS મુકેશકુમારને ફરીવાર નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ પર મુકવામાં આવ્યા છે.

વિજય નહેરા 10 મહિનાથી બંગલામાં રહે છે
જો કે વિજય નહેરા મ્યુનિસિપલ કમિશ્નર ન હોવા છતાં છેલ્લા 10 મહિનાથી તેઓ હાલમાં બંગલામાં નિવાસ કરે છે જ્યારે મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર બોડકદેવ વિસ્તારમાં આવેલા જજીસ બંગલો વિસ્તારમાં રહે છે. વિજય નહેરા મ્યુનિસિપલ કમિશ્નર ન હોવા છતાં તેઓ મ્યુનિસિપલ કમિશ્નરના બંગલામાં અને મ્યુનિસિપલ કમિશ્નર બોડકદેવ ખાતે રહેતા હોવાને લઇ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. શા માટે વિજય નહેરા મ્યુનિસિપલ કમિશ્નરના બંગલામાં રહે છે અને કમિશ્નરને બીજે રહેવાની ફરજ પડી છે. શું સરકારે વિજય નહેરાને બંગલાના રહેવા પરમિશન આપી છે કે પછી તેઓ જાતે બંગલો ખાલી નથી કર્યો તેની ચર્ચા થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular