અમદાવાદ : 4 દર્દીના મૃત્યુ નીપજ્યા, રાજ્યમાં શનિવારે કોરોનાના કુલ 2815 કેસ નોંધાયા

0
7

શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વિક્રમી 646 કેસ નોંધાયા હતા. જ્યારે 4 દર્દીના મૃત્યુ નીપજ્યા છે. રાજ્યમાં શનિવારે કોરોનાના કુલ 2815 કેસ નોંધાયા હતા. જેમાં 23 ટકા કેસ અમદાવાદના છે. કેસ વધવાની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ 75 ટકા બેડ ભરાઈ ગયા છે. શનિવારે રેકોર્ડ બ્રેક 40,990 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 23,548 પુરુષ અને 17,442 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે આંબલી અર્બન હેલ્થ સેન્ટરમાં 15 મિનિટમાં જ વેક્સિનનો સ્ટોક પૂરો થઈ ગયો. લોકોને ટોકન આપી અડધો કલાક સુધી બેસાડી રખાયા હતા.

શહેરમાં છેલ્લા એક સપ્તાહનો સૌથી વધારે જમ્પ લઈ્ને 4 ટકા એટલે કે 25 કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહથી કેસમાં રોજ 0.32થી 1.30 ટકા ટકાનો વધારો નોંધાતો હતો તેની સામે શનિવારે 4 ટકાનો વધારો નોંધાયો છે. 601 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ શહેરમાં 1828 એક્ટિવ કેસ છે.કોરોના ટેસ્ટિંગ માટે ઊભા કરેલા કિઓસ્ક પર આખો દિવસ લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે.

સિવિલની 1200 બેડ અને કિડની હોસ્પિટલમાં હાલમાં કોરોનાના 747 દર્દી સારવાર હેઠળ છે. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ જયપ્રકાશ મોદીએ કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલના 920માંથી 653 બેડ ભરાઈ ગયા છે. જ્યારે 94 દર્દી કિડની હોસ્પિટલમાં છે. દર્દીની યોગ્ય સારવાર માટે ડોક્ટર, નર્સ સહિત વધારાના સ્ટાફની 1200 બેડમાં નિયુક્તિ કરી છે. આહનાના આંકડા મુજબ ખાનગી હોસ્પિટલોમાં એક જ દિવસમાં 200 દર્દી દાખલ થતાં દર્દીની સંખ્યા 2520 થતાં 75 ટકા ભેડ ભરાઈ ગયા છે. 199 દર્દી વેન્ટિલેટર પર છે.

300 સોસાયટીએ વેક્સિન લેવા મ્યુનિ.નો સામેથી સંપર્ક કર્યો
શનિવારે શહેરના સાતે ઝોનના જુદાજુદા વિસ્તારોની 300 જેટલી સોસાયટીએ વેક્સિનેશ પ્રોગ્રામ માટે સામે ચાલી સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી શહેરના જુદાજુદા વિસ્તારની 100 જેટલી સોસાયટીમાં માસ વેક્સિનેશન કરાયું છે.

કન્ટેઈમેન્ટમાં મુકાયેલા 29માંથી 23 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના

 • ઓર્કિડ પેરેડાઈઝ, સાઉથ બોપલ
 • એમ્બિઅન્સ ટાવર, બોડકદેવ
 • અદિતિ એમ્પેરિયલ, ચાંદલોડિયા
 • શાયોના ગ્રીન,ગોતા
 • સંતોષા ગ્રીનલેન્ડ,ગોતા
 • અદાણી પ્રથમ, ગોતા
 • સેવન્થ એવન્યુ, ગોતા
 • હરિઓમ પાર્ક, થલતેજ
 • વેસ્ટેન્ડ પાર્ક,બોડકદેવ
 • દ્વારકેશ એપાર્ટમેન્ટ, બોડકદેવ
 • ગાર્ડન પેરેડાઇઝ, બોપલ
 • સર્જન ટાવર, બોડકદેવ
 • સેરેનિટી સ્પેસ, ગોતા
 • શિવમ ટેનામેન્ટ,ચાંદખેડા
 • સિદ્ધાર્થ એપાર્ટ,બી-બ્લોક,સાબરમતી
 • મહાકાળીની ચાલી, સાબરમતી
 • પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, નારણપુરા
 • ચિત્રકૂટ એપાર્ટમેન્ટ નારણપુરા
 • શ્યામ બંગલો,પાલડી
 • મેઘા આર્કેડ,સી-201થી208,રાણીપ
 • ચંદ્રભાગા સોસાયટી નવા વાડજ
 • નિરજા એપાર્ટમેન્ટ, નવરંગપુરા
 • જય યોગેશ્વર સોસાયટી,રાણીપ
 • આદિત્યરાજ,મણિનગર
 • તીર્થ-1,બી-બ્લોક,લાંભા
 • વશિષ્ઠનગર,નં.2થી4,ઘોડાસર
 • જેસલપાર્ક,ઓઢવ
 • મલિકવાસ,કઠવાડા ગામ
 • ગ્રીનવેલી રેસિડેન્સી,નિકોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here