Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : 3થી 9 જાન્યુઆરીથી 36 લાખ બાળકોને રસી મળશે

અમદાવાદ : 3થી 9 જાન્યુઆરીથી 36 લાખ બાળકોને રસી મળશે

રાજ્યભરમાં આગામી તા.3થી 9 જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. 7મીએ એક પણ બાળક રહી ન જાય તે માટે મહા અભિયાન યોજાશે. આ અભિયાન હેઠળ 15થી 18 વર્ષના અંદાજે 36 લાખ કિશોરોને આવરી લેવાશે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

 

 

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ, બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે 3500થી વધુ સેન્ટરો કાર્યરત કરાશે અને સ્થાનિકકક્ષાએ જરૂરિયાત મુજબ સેશન વધારાશે. સેશનનો સમય હાલ જે સવારે 9થી 6 સુધી છે તે પણ વધારવામાં આવશે. ઓ્નલાઇન રજિસ્ટ્રેશન સાથે ઓન સાઈટ પર પણ રજિસ્ટ્રેશન થશે.

મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન થશે

રજિસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજિસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

10મી જાન્યુઆરીથી પ્રિકોશનરી ડોઝ અપાશે

60 વર્ષથી વધુ વયના કો-મોર્બિડ વયસ્કો, ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કરને પણ આગામી તા. 10મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ આપવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં અંદાજે 13 થી 14 લાખ વયસ્કોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે તૈયાર છે. તેમજ બીજા ડોઝ બાદ 39 અઠવાડિયા પૂર્ણ થશે એ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે.

95 ટકાને પહેલો ડોઝ અને 86 ટકાને બન્ને ડોઝ અપાશે

રાજ્યમાં અત્યાર સુધી કુલ 8.96 કરોડ રસીકરણ થયું છે જેમાં 4.69 કરોડને પહેલો ડોઝ જ્યારે 4.26 કરોડને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષની ઉપરની વસતીમાં 95 ટકાને પહેલો ડોઝ અને 86 ટકાને બીજો ડોઝ અપાઇ ગયો છે. હજૂ પણ 24 લાખ લોકોને પહેલો ડોઝ આપવાનો બાકી છે. 67 લાખ લોકો બીજો ડોઝ લેવામાં બાકી છે. પહેલો ડોઝ લેવામાં બાકી લોકોને શોધવામાં તંત્ર સંઘર્ષ કરી રહ્યું છે.

કોવેક્સિન 18 વર્ષ સુધીનાં બાળકો માટે સુરક્ષિત: ભારત બાયોટેક

હૈદરાબાદ સ્થિત રસી નિર્માતા ભારત બાયોટેકે કોવેક્સિન રસીને 18 વર્ષ સુધીના બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત ગણાવી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે ટ્રાયલના બીજા અને ત્રીજા ફેઝના પરિણામોમાં રસી બાળકો માટે સુરક્ષિત અને અસરકારક હોવાનું પુરવાર થયું હતું. કંપનીએ કહ્યું હતું કે 2 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો માટે પણ રસી સુરક્ષિત છે. ટ્રાયલમાં 78.6% કેસમાં માત્ર એક દિવસમાં રસી લેનાર નોર્મલ થયા હતા. જ્યારે માત્ર 374 કેસમાં માઇલ્ડ અથવા હળવા લક્ષણો જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular