અમદાવાદ : માર્ચથી ડિસે.2020 સુધીમાં 53000થી વધુ લોકો સામે પોલીસ કેસ નોંધાયા

0
1

વર્ષ 2020ના વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉન સહિતના સરકારે લાદેલા નિયંત્રણોના નિયમ ભંગ બદલ પોલીસ દ્વારા 53 હજારથી વધુ લોકો સામે કેસ કરવામાં આવ્યો છે. જેમાંથી અમદાવાદ ગ્રામ્યમાં પણ 8126 લોકો સામે કેસ નોંધાયો હતો. આ જાણકારી સરકાર ગૃહમાં પૂછાયેલા એક પશ્નના જવાબમાં આપી હતી.

53123 લોકો સામે લોકડાઉનના ભંગ બદલ કેસ
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ સવાલ પૂછાયો હતો કે, ડિસેમ્બર 2020 સુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કેટલા લોકો સામે લોકડાઉનના ભંગ બદલ કેસ કરાયો છે? જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, માર્ચ 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી ડિસેમ્બર સુધીમાં 53123 લોકો સામે લોકડાઉન, કર્ફ્યૂના ભંગનો ગુનો નોંધાયો હતો. જેમાં સૌથી વધુ એપ્રિલ મહિલામાં 15170 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 61249 વ્યક્તિ સામે કેસ કરવામાં આવ્યા હતા.

એપ્રિલ મહિનામાં સૌથી વધુ 15,170 લોકો સામે કેસ
એપ્રિલ મહિનામાં સૌથી વધુ 15,170 લોકો સામે કેસ

એપ્રિલમાં સૌથી વધુ પોલીસ કેસ
મહિના મુજબના આંકડા જોઈએ તો માર્ચ મહિનામાં 2203, એપ્રિલમાં 15,170, મે મહિનામાં 13295, જૂનમાં 4459, જુલાઈમાં 5231, ઓગસ્ટમાં 280, સપ્ટેમ્બરમાં 835, ઓક્ટોબરમાં 917, નવેમ્બરમાં 2157 અને ડિસેમ્બર મહિનામાં 7946 લોકો સામે લોકડાઉનના ભંગ બદલ કેસ નોંધાયા હતા.

કોરોનાના કેસ વધતા સરકારે લોકડાઉન, કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો લાદ્યા હતા
કોરોનાના કેસ વધતા સરકારે લોકડાઉન, કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો લાદ્યા હતા

કોરોનાના કેસ વધતા સરકારે પ્રતિબંધો લાદ્યા હતા
જણાવી દઈએ કે સરકાર દ્વારા તે સમયે કોરોનાના કેસોમાં થઈ રહેલા ઉછાળાને જોતા લોકડાઉન, વેપાર-ધંધા, દુકાનો વહેલા બંધ કરવી, રાત્રિ કર્ફ્યૂ સહિતના અનેક નિર્ણયોને લઈને જાહેરનામું રજૂ કરીને પ્રતિબંધો લાદ્યા હતા. જેના ભંગ બદલ આ લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here