- Advertisement -
કેન્દ્રીયમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ એક ફ્લાયઓવરનું ઉદ્ધાટન કરવાની સાથે અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશેકેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવશે. આજથી બે દિવસ(3 અને 4 જુલાઈ) સુધી અમિત શાહ અમદાવાદની મુલાકાત લેશે. બપોરે 3 વાગે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.ત્યારબાદ તેઓ બપોરે 4 વાગે ઈન્કમટેક્ષ નજીક નવનિર્મિત બ્રિજ ખુલ્લો મુકશે. બપોરે 4.30 વાગે દિનેશ હોલમાં સરકારના વિકાસલક્ષી કામનુ લોકાર્પણ કરશે. ત્યારબાદ સાંજે 5.30 વાગે ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકર્તાઓને મળશે.તેઓ અમદાવાદમાં GMDC હોલમાં કાર્યકર્તાનો અભિવાદન સમારોહ યોજાશે. તો આવતીકાલે તેઓ રથયાત્રા નિમિતે જગન્નાથમંદિરે મંગળાઆરતીમાં હાજરી આપશે