Thursday, October 28, 2021
Homeઅમદાવાદઃ ખાણીપીણી રસિયાઓ માટે આનંદના સમાચાર, CM રૂપાણી આજે હેપ્પી સ્ટ્રીટનું કરશે...
Array

અમદાવાદઃ ખાણીપીણી રસિયાઓ માટે આનંદના સમાચાર, CM રૂપાણી આજે હેપ્પી સ્ટ્રીટનું કરશે ઉદઘાટન

 (રિપોર્ટર: રવિકુમાર કાયસ્થ)

  અમદવાદ: અમદવાદમાં લો ગાર્ડન પાસે આવેલ ખાણીપીણી માર્કેટ ખાઉગલી અમદવાદીઓ માટે ખૂબ જાણીતું સ્થળ છે. આ ખાઉગલીને હવે નવો રૂપરંગ આપી AMC એ તેને ‘હેપ્પી સ્ટ્રીટ’ નામ આપ્યું છે. આ હેપ્પી સ્ટ્રીટ નું ઉદ્ઘાટન આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે થનાર છે.આ હેપ્પી સ્ટ્રીટની ડીઝાઇન NID દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સ્ટ્રીટમાં 42 ફૂડ કોર્ટ ઊભા કરવામાં આવશે. હેપ્પી સ્ટ્રીટની જગ્યા દિવસે પાર્કિંગ તરીકે ઉપયોગ થશે.

રાત્રે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં 402 ટૂ વ્હીલર અને 61 જેટલા ફોર વ્હીલર પાર્કિંગની જગ્યા મળી રહે તેવી ડિઝાઇન કરવામાં આવી છે. હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ હેઠળ રૂ.5.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં સવારે 8.30થી સાંજે 4 વાગ્યા સુધી ટુ-વ્હીલર માટે 10 રૂપિયા અને કારના પાર્કિંગ માટે 20 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે 4 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ટુ-વ્હીલર માટે 30 રૂપિયા અને કાર માટે 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments