અમદાવાદ : GCCIના શંકરભાઈ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું

0
0

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ અને વિવિધ સંસ્થાઓ સાથેે લાંબા સમયથી સક્રિય રીતે સંકળાયેલા શંકરભાઈ પટેલનું 10 ફેબ્રુઆરીના રોજ કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઓએ તેમના નિધન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.

શંકરભાઈ પટેલે સાયન્સ એન્ડ લોમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ છેલ્લાં 40 વર્ષથી કલર કેમિકલ અને ડાઇઝ મેન્યુફેક્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શંકરભાઈ પટેલ અનેક સંસ્થાઓમાં પ્રેસિડેન્ટ અને ચેરમેન તરીકેની સેવા આપી ચૂક્યા છે. જીસીસીઆઈ, જીડીએમએ અને પૂર્વ પ્રમુખ શૈલેશ પટવારીએ શંકરભાઈ પટેલના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here