અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન ધરણા પર, કોર્ટમાં ઓફલાઈન હિયરિંગ શરૂ કરવા માગ

0
10
  • અગાઉ એસોસિએશને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી માટે લેખિત અરજી કરી હતી
  • એસોસિએશનના પ્રેસિડેન્ટ પત્ર પાઠવી હાઇકોર્ટે એક કમિટીનું ગઠન કર્યું હોવાનું જણાવ્યું હતું

કોરોના કાળ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં 11 મહિનાથી વધુ પ્રત્યક્ષ સુનાવણી બંધ છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યોએ કોર્ટની બહાર પ્રત્યક્ષ સુનવણીની માગ સાથે પ્રતિક ધરણા પ્રદર્શન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી માટે અગાઉ લેખિત અરજી આપી હતી. જેમાં નામદાર હાઇકોર્ટે એસોસિએશનના પ્રેસિડેન્ટને જવાબમાં એક પત્ર પાઠવ્યો છે. જેમાં હાઇકોર્ટે એક કમિટીનું ગઠન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટેમાં ઓફલાઇન હિયરિંગ શરૂ થાય
ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 11 મહિનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી ન થતાં એસોસિએશનના એડવોકેટ્સ અને તેમને સંલગ્ન સ્ટાફ ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે. હવે જ્યારે કોરોનાની અસર ઓછી વર્તાઈ રહી છે, શાળાઓ તેમજ ક્રિકેટ જેવા ક્ષેત્રે છૂટછાટ મળી રહી છે, ત્યારે કોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનવણી SOP સાથે શરૂ થવી જોઈએ. જો નામદાર કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ થાય તો કોર્ટ દ્વારા બહાર પાડેલી નિર્દેશિકાનો સૌ કોઈ પાલન કરશે.

ગુજરાત હાઈકોર્ટના ગેટ આગળ વકીલો ધરણા પ્રદર્શન કર્યુ
ગુજરાત હાઈકોર્ટના ગેટ આગળ વકીલો ધરણા પ્રદર્શન કર્યુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here