Monday, September 20, 2021
Homeઅમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં EWSમાં પ્રવેશના ત્રીજા રાઉન્ડને ઠંડો પ્રતિસાદ
Array

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં EWSમાં પ્રવેશના ત્રીજા રાઉન્ડને ઠંડો પ્રતિસાદ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખાની ઓફલાઈન પ્રવેશ કાર્યવાહીમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ કોલેજ તરફથી ફી પરત નહીં મળે તેવા ડરથી ત્રીજા રાઉન્ડની ઓન લાઈન પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લેવાનું ટાળી રહ્યા છે. ઈડબલ્યુએસ મુજબ કોમર્સ વિદ્યાશાખાની બેઠકો માટે જાહેર કરેલા ત્રીજા રાઉન્ડની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ઓફલાઈન પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ લેનારા 7800 પૈકીના માત્ર 100 વિદ્યાર્થીઓએ નવી કોલેજની પસંદગી માટે ચોઈસ ફિલિંગ કર્યું છે.

20થી 23 જુલાઈ સુધી ઓનલાઈન ચોઈસ આપી શકાશે

ઓફલાઈન પ્રવેશ કાર્યવાહીમાં 7800 વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો, ઓછા વિદ્યાર્થીઓએ ફી પરત ન મળે તેવા ડરથી ત્રીજા રાઉન્ડની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીને મોળો પ્રતિસાદ આપ્યો છે. પ્રવેશ કમિટીના કો ઓર્ડિનેટર ડો. જશવંત ઠક્કરે કહ્યું છે કે, 20થી 23 જુલાઈ સુધી ઓનલાઈન ચોઈસ આપી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments