Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
Array

અમદાવાદ : મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

અમદાવાદમાં કુમકુમ મંદિર મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા,મુક્તજીવન સ્વામીબાપા તથા ગુરુપરંપરાના સદગુરુઓની ષોડ્શોપચારથી પૂજા કરીને, પંચામૃત અને કેસરજળથી અભિષેક કરવામાં આવશે તથા જનમંગલના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ સદ્ગ્રંથોની પારાયણ યોજાશે. ત્યારબાદ સૌ સંતો-હરિભક્તો પૂજન, અર્ચન કરીને આરતી ઉતારશે.

ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય

ગુરુનું જીવનમાં શું મહત્વ છે તે અંગે જણાવતાં કુમકુમ મંદિરનાં સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” જ થઈ શકે. આવા “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્કિંચિત્‌ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ. ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.

ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય
ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય

ગુરુ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે

ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે.એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણાં ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દ્રષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે.અજ્ઞાન અંધકારનો, આસક્તિનાં ભરમારનો વિનાશ કરનારાં અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારાં ગુરુ જ છે.જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી.

બ્રહ્મવિદ્યા શીખવા માટે સદગુરુની જરૂર છે

જીવનમાં દરેકે ગુરુ કરવાં જોઈએ. ગુરુ વિના જ્ઞાનદીપ પ્રગટતો નથી અને અજ્ઞાન અંધકારનો નાશ થતો નથી.ગુરુ વિના સત્ય અને અસત્યનો, ધર્મ અને અધર્મનો તથાહિત અને અહિતનો વિવેક સમજાતો નથી.ગુરુ સંસારરૂપી ભવસાગરમાંથી પાર ઉતારનારા નાવિક છે.. જીવનમાં દરેક બાબત શીખવા માટે ગુરુની જરૂર પડે છે તેવી જ રીતે બ્રહ્મવિદ્યા શીખવા માટે સદગુરુની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments