Thursday, January 23, 2025
Homeઅમદાવાદ : મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ બંધ, ચાર્જ લેનાર સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટનો...
Array

અમદાવાદ : મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ બંધ, ચાર્જ લેનાર સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ

- Advertisement -

અમદાવાદઃ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

હાઈકોર્ટે ઓક્ટોબર 2018માં વચગાળાની રાહત આપી હતી
ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. જોકે, હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે.

શું છે મામલો
ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી. તેમજ ચાર્જ લેનાર પર કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.આ દરમ્યાન કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular