Tuesday, February 11, 2025
Homeઅમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી દ્વારા રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા, 25 હજાર પોલીસ કર્મીઓ-94...
Array

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી દ્વારા રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા, 25 હજાર પોલીસ કર્મીઓ-94 કેમેરા નજર રાખશે

- Advertisement -

અમદાવાદઃ શહેરમાં યોજાનારી 142મી જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ રૂટમાં 25000 પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત રહેશે. બીડીડીએસ, કવિક રિસ્પોન્સ ટીમ, એનસેજીની ટીમ પણ રહેશે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી આખી રથયાત્રા પર સતત નજર રાખવામાં આવશે. 45 જગ્યાએ 94 કેમેરા, સાત જેટલા વહીકલમાં કેમેરા લગાવવામાં આવશે. જે સીધા કંટ્રોલરૂમમાં કનેક્ટ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular