Friday, March 29, 2024
Homeઅમદાવાદ : હોસ્પિટલ મેનેજમેન્ટે ગંભીર દર્દી માટે ટોકન સીસ્ટમ વગર તપાસ કરી...
Array

અમદાવાદ : હોસ્પિટલ મેનેજમેન્ટે ગંભીર દર્દી માટે ટોકન સીસ્ટમ વગર તપાસ કરી દાખલ કરવાનું નક્કી કર્યુ

- Advertisement -

સરકારે અમદાવાદમાં શરૃ કરેલી ૯૦૦ બેડની હોસ્પિટલ શરૃઆતથી જ વિવાદમાં રહી છે ત્યારે ગઈકાલે ટોકન સીસ્ટમ શરૃ કરાતા આ મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ છે અને ભારે હંગામો મચ્યો છે.જેને પગલે હવે હાલ હોસ્પિટલ મેનેજમેન્ટે ગંભીર દર્દી માટે ટોકન સીસ્ટમ વગર તપાસ કરી દાખલ  કરવાનું નક્કી કર્યુ છે.

૯૦૦ બેડની ધન્વંતરી હોસ્પિટલમાં સીનિયર ડોક્ટોરના સ્ટાફના અભાવથી માંડી વહિવટી સીસ્ટમમા ખામીઓ સહિતની અનેક સમસ્યાઓ છે અને જેનો ભોગ હાલ ગંભીર દર્દીઓ બની રહ્યા છે. ૯૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે પોલીસ તૈનાત કરી દઈ દર્દીઓને પ્રવેશ ન દેવાતા જ્યાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે ગઈકાલે ટોકન સીસ્ટમ શરૃ કરવામા આવી છે.જેમાં દર્દીઓના પરિવારજનોએ લાઈનમાં ઉભા રહીને ટોકન લેવા  પડે છે અને ફોર્મ ભરવા પડે છે ત્યારબાદ હોસ્પિટલમાંથી ફોન આવે તો જ દર્દીને દાખલ કરાય છે.

આ સીસ્ટમને લઈને હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ છે.ગઈકાલે રીક્ષામા આવેલા એક દર્દીની હાલત ગંભીર હોવા છતાં પ્રવેશ ન અપાયા બાદ ભારે હોબાળો મચ્યો હતો અને આ ઘટનાને લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સરકાર સામે ચોમેર વિરોધ ઉભો થયો હતો.દરમિયાન આજે હોસ્પિટલે  ક્રિટિકલ પેશન્ટ માટે ટોકન સીસ્ટમ ન રાખવાનું અને ટોકન વગર પણ નક્કી કર્યુ છે. ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓ માટે ફર્સ્ટી રિસ્પોન્સ ટીમ રાખવામા આવી છે.જેના ડોક્ટરો સ્થિતિ તપાસશે અને દાખલ થવાની પ્રક્રિયા કરશે.મહત્વનું છે કે  હોસ્પિટલની જવાબદારી જે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ યુનિ.ના કુલપતિને સોંપાઈ છે તેઓ પાસે  હોસ્પિટલના મેનેજમેન્ટમાં વ્યવહારિક નિર્ણય શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular