Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : ધો.૯થી ૧૨ની હોસ્ટેલો ૫૦ ટકા કેપિસિટી સાથે શરૂ કરવા મંજૂરી
Array

અમદાવાદ : ધો.૯થી ૧૨ની હોસ્ટેલો ૫૦ ટકા કેપિસિટી સાથે શરૂ કરવા મંજૂરી

ધો.૯થી ૧૨ની સ્કૂલો સાથે હવે હોસ્ટેલો શરૂ કરવા પણ સરકારે મંજૂરી આપી દીધી છે. આજે સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સમાજ કલ્યાણ વિભાગ હેઠળની હોસ્ટેલોને ૫૦ ટકા કેપિસીટી સાથે શરૂ કરવા મંજૂરી અપાઈ છે. ધો.૧૨ની ૧૫મીથી અને ધો.૯થી૧૧ની ૨૬મીથી સ્કૂલો શરૂ થઈ છે પરંતુ હોસ્ટેલો શરૂ ન થતા જિલ્લા-તાલુકા બહારના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી.

સરકારે હોસ્ટેલો શરૂ કરવાની મંજૂરી સાથે જાહેર કરેલી એસઓપી મુજબ રાજ્યમાં આવેલી ધો.૯થી૧૨ની ગ્રાન્ટેડ છાત્રાલયોમાં સમગ્ર મકાન, રૂમો અને કેમ્પસ તેમજ બાથરૂમો અને લોબી સહિતની જગ્યાઓ સંપૂર્ણ રીતે સાફ કરી ૫૦ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચના અપાઈ છે. એક રૂમમાં માત્ર બે જ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે. આ ઉપરાંત હોસ્ટેલોમાં ટેમ્પરેચર ગન, ઓક્સીમીટર અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવા તેમજ કોરોનાની અસર જણાય તો સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.

હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું તમામ ચેકઅપ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે. આ ઉપરાંત છાત્રાલયોમાં ધો.૯થી૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યા અંગેની જાણ તરત જ સંબંધિત જિલ્લા અધિકારીઓએ સંપૂર્ણ વિગતો સાથે સરકારની સમાજ કલ્યાણ કચેરીને કરવાની રહેશે. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા વાલીનું સંમતિપત્ર ફરજીયાત લેવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments