Thursday, April 18, 2024
Homeઅમદાવાદ : સેંકડો લોકો ક્વોટરન્ટીનનો ભંગ કરી બહાર નીકળતા હોવાની ફરિયાદો
Array

અમદાવાદ : સેંકડો લોકો ક્વોટરન્ટીનનો ભંગ કરી બહાર નીકળતા હોવાની ફરિયાદો

- Advertisement -

શહેરમાં હજારો લોકો અત્યારે કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોટરન્ટાઇન છે, જોકે સેંકડો લોકો ક્વોટરન્ટીનનો ભંગ કરી બહાર નીકળતા હોવાની ફરિયાદો છે. સંજીવની વાન રોજ હોમ ક્વોરન્ટીન લોકોના આરોગ્યની ચકાસણી કરે છે, તેમાં પકડાય તો હોસ્પિટલ મોકલી દેવાય છે.

કોરોનાનો હળવો ચેપ લાગ્યા પછી ક્વોરન્ટીન સમયનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે પણ કેટલાક લોકો હોમ ક્વોરન્ટીઇન સમયનો ભંગ કરે છે. મ્યુનિ. પાસે હોમ ક્વોરન્ટીનનો ભંગ કરતાં કોરોના પોઝિટિવ દર્દીઓને પકડવા માટે કોઇ વિશેષ વ્યવસ્થા નથી પરંતુ દરરોજ હોમ ક્વોરન્ટીન રહેલા લોકોની તપાસ કરવા માટે તેમના ઘરે સંજીવની વાન મોકલવામાં આવે છે. જો તે સમયે દર્દી ઘરે ન હોય તો તે બાબતે આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવે છે અને આવા દર્દીને પકડીને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. લોકો આ બાબતે ફરિયાદ કરે તો શું પગલા લેવા તેની ગાઈડલાઈન નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular