અમદાવાદ : પતિ સતત કહેતો – તું દિકરાને જન્મ નથી આપી શકતી તો મારે બીજી લાવવી પડશે

0
0

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પરિણીતાને તેનો પતિ સતત કહેતો હતો કે તું દિકરાને જન્મ નથી આપી શકતી તો મારે બીજી લાવવી પડશે.અને વાત આટલેથી અટકી નહીં પરિણીતા એક દિવસ તેના પતિને શોધવા નીકળી તો તેનો પતિ અન્ય યુવતી સાથે અંગતપળો માણતો હતો. પોતાના પતિ અને અન્ય સ્ત્રીને નગ્ન હાલતમાં જોઈ ગઈ હતી. પતિને અન્ય સ્ત્રી સાથે જોઈ જતા હાલ પરિણીતાએ આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ દીકરીને જન્મ આપતા ત્રાસ અપાતો
​​​​​​​​​​
પ્રાપ્ત માહિતી અનુસાર, શબાના (નામ બદલ્યુ છે )ના લગ્ન સલમાન (નામ બદલ્યું છે) સાથે થયા હતા. શબાના અને સલમાનના લગ્ન જીવનમાં બે દીકરીઓ છે.જેથી સલમાન અને સાસરીયાં સતત શબાનાને કહેતા હતા કે તું એક દીકરાને જન્મ આપી શકતી નથી, જેથી તારે સલમાનને છોડી દેવો પડશે. સલમાન પણ સતત શબાનાને કહેતો કે, મારે બીજી લાવવી છે તું મને છોડી દે જેથી શબાના સતત માનસિક તાણ અનુભવતી હતી. જેથી શબાના પોતાના બાળકોને લઈને સતત ચિંતિત હતી.

રૂમમાંથી પકડાયેલી પ્રેમિકાએ પણ પતિને છોડી દેવા કહ્યું
આ દરમિયાન શબાનાને જાણવા મળ્યું કે, સલમાન કોઈ જગ્યાએ છે જેથી શબાના સલમાનને શોધવા માટે ત્યાં પહોંચી તો રૂમમાં આદર ખુબ જ ચોંકાવનારી બાબત તેને જોઈ હતી. સલમાન અન્ય યુવતી સાથે અંતરંગ પળો માણતો હતો. જ્યાં આ વાત જોઈને સામે વાળી સ્ત્રી ડરવાની જગ્યાએ સલમાનને છોડી દેવા શબાનાને કહેતી હતી. આ અંગે શબાનાએ હવે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે, જે ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here