Friday, April 19, 2024
Homeઅમદાવાદ : ખોટા કેસમાં ફસાવીને જાનથી મારી નાખીશ, ઘરમાં ઘુસીને નકલી પોલીસે...
Array

અમદાવાદ : ખોટા કેસમાં ફસાવીને જાનથી મારી નાખીશ, ઘરમાં ઘુસીને નકલી પોલીસે આપી ધમકી

- Advertisement -

શહેરમાં અત્યાર સુધી નકલી પોલીસ બની રોફ મારીને તોડ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે નકલી પોલીસ ઘરમાં ઘૂસીને મકાન ખાલી કરવા લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સોલા વિસ્તારમાં એવો એક નકલી પોલીસ ઘરમાં ઘૂસીને વીડિયો ગ્રાફી કરવા લાગ્યો અને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે હાલ સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નકલી પોલીસનું મકાન ખાલી કરવા દબાણ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોતા વિસ્તારમાં રહેતા હિતેશ પટેલ અને તેના પરિવાર સામે તેમની પત્નીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. જે મુજબ, તેઓ હાલ જે મકાનમાં રહે છે તે ગેરકાયદેસર રીતે રહે છે, તેવી કોર્ટમાં ફરિયાદ કરી હતી. જોકે, કોર્ટે આ ઈન્કવાયરી રદ કરી હતી. 15મી ફેબ્રુઆરીના દિવસે ફરિયાદી તેમના ઘરે હતા, ત્યારે એક ભાઈ તેમના રહેણાંક મકાનની વીડિયોગ્રાફી કરી રહ્યો હતો.

નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરીનો રોફ માર્યો
જોકે, ફરિયાદીએ આ બાબતે તેને પૂછતા પોતે પોલીસ હોવાની ઓળખ આપી, નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું હતું કે ‘તમારી પત્નીએ ફરિયાદ આપેલી છે, તમને આ મકાનમાં રહેવાનો અધિકાર કોણે આપ્યો તેની ઇન્કવાયરી કરવાની છે.’ જોકે, આ ઈસમ સિવિલ ડ્રેસમાં હોવાથી ફરિયાદીએ તેની પાસે આઇ-કાર્ડ માંગ્યું હતું. પરંતુ તેણે આઇ-કાર્ડ કે અરજીના કોઈ કાગળો બતાવ્યા ન હતા.

ફરિયાદીની પત્ની સાથે નકલી પોલીસ ભાગ્યો
આથી ફરિયાદીએ કોર્ટનો હુકમ પણ બતાવ્યો હતો. છતાં તે મોટે મોટેથી ગંદી ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો કે ‘મકાનમાંથી નીકળી જજો, ખોટા કેસમાં ફસાવી દઈશ, જાનથી મારી નાંખીશ, લાશ પણ નહીં મળે.’ જેથી ફરિયાદીએ પોલીસને બોલાવવા માટે ફોન કાઢતા જ આરોપી નીચે ભાગ્યો હતો. જોકે સિક્યુરિટી ગાર્ડને જાણ કરતા તેને અટકાવ્યો હતો. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે રજીસ્ટરમાં ઉમેશ પટેલ અને મકાન દેખવા માટેની અરજી કરી હતી. બાદમાં તે ફરિયાદીની પત્ની કે જે થોડે દૂર એક્ટિવા લઇને ઊભી હતી તેની પાછળ બેસીને જતો રહ્યો હતો.

પોલીસ સુધી પહોંચ્યો મામલો
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ શખ્સ ઉમેશ કથીરીયા છે. જે એક્સિસ બેંકમાં નોકરી કરે છે. જોકે, ચોથી માર્ચે ફરી ફ્લેટ પાસે આવી ફરિયાદીની માતા સાથે માથાકૂટ કરતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસ એ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular