Saturday, February 24, 2024
Homeઅમદાવાદ :મોદી ગયા પછી પાંચ વર્ષમાં ગુજરાતના જાહેર દેવાંમાં 90 હજાર કરોડનો...
Array

અમદાવાદ :મોદી ગયા પછી પાંચ વર્ષમાં ગુજરાતના જાહેર દેવાંમાં 90 હજાર કરોડનો વધારો

- Advertisement -

અમદાવાદઃ ગુજરાત દિન પ્રતિદિન દેવાના ડુંગરમાં દબાઈ રહ્યું છે. ગુજરાતમાંથી મોદીની વિદાય બાદ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના દેવામાં 90 હજાર કરોડનો વધારો થયો છે. ગુજરાતમાં મોદીના રાજ સુધી માર્ચ 2014ના અંતે જાહેર દેવું 1 લાખ 49 હજાર 506 કરોડ રૂપિયા હતું. જે 2019માં 2 લાખ 40 હજાર કરોડે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2016માં રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે જાહેર દેવું 1 લાખ 80 હજાર 743 કરોડ હતું. આમ રૂપાણીના ત્રણ વર્ષના રાજમાં જાહેર દેવામાં 60 હજાર કરોડનો વધારો થયો છે.

2021-22ના અંતે જાહેર દેવું રૂ.3,34,990 કરોડ થવાનો અંદાજ

ગુજરાત સરકારના છેલ્લા પાંચ વર્ષના જાહેર દેવાના આંકડા પર નજર કરીએ તો માર્ચ 2014ના અંતે જાહેર દેવું 1,49,506 કરોડ રૂપિયા હતું. જે માર્ચ 2015ના અંતે વધીને 163451 કરોડ રૂપિયા થયું અને 2016માં જાહેર દેવાંની રકમ 1,80,743 કરોડ પર પહોંચી. જે 2017માં વધીને 1,99,338 કરોડ થઇ હતી. ત્યાર બાદ 31 માર્ચ 2018ના અંતે ગુજરાતનું જાહેર દેવું 2,12,591 કરોડ થયું છે. જે હવે 2019 માર્ચના અંતે 2,40,652 કરોડે પહોંચ્યું છે. જે 2019-20ના અંતે રૂ.2,66,990 કરોડ, 2020-21ના અંતે રૂ.2,99,990 કરોડ તથા 2૦21-22ના અંતે રૂ.3,34,990 કરોડ ઉપર પહોંચવાનો અંદાજ દર્શાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular