અમદાવાદ : સાબરમતીના જળસ્તરમાં વધારો, રિવરફ્રન્ટથી પાણી પાંચ ફૂટ દૂર

0
0

અહેવાલ : રવિ કાયસ્થ )

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે સાબરમતી નદીમાં નવા પાણીની આવક થતાં શહેરનાં રિવરફ્રન્ટમાં પણ પાણીની સપાટી વધી ગઇ છે. જો ઉપરવાસમાં આજે ભારે વરસાદ થાય અને સાબરમતીમાં વધુ પાણી આવે તો નદીનાં પાણી રિવરફ્રન્ટનાં ફૂટપાથ પર પણ આવી જવાની ભીતી સેવાઇ રહી છે.

હાલ નદીની સપાટીથી રિવરફ્રન્ટથી માત્ર 5 ફૂટ નીચે છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને પાણી છોડવામાં આવે તો રિવરફન્ટની બહાર પણ પાણી આવી શકે છે.

હાલ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રિવરફ્રન્ટ પર પણ હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યાં લોકો વાતાવરણની મઝા માણી રહ્યાં છે.

ભારે વરસાદને પગલે વાસણા બેરેજનાં દરવાજા ખોલવામાં આવશે. મહત્વનું છે કે 2015માં પણ સાબરમતી નદીમાં પાણીની આવક અને ભારે વરસાદને કારણે રિવરફ્રન્ટ પર પાણી આવી ગયા હતાં.

સાબરમતીની સપાટી વધતા અનેક લોકો મઝા માણી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here