અમદાવાદ: ભારતીય પુરાતત્વ વિભાગના કર્મચારીએ રૂપિયા 9 હજારની લાંચ માંગી હોવાનો ગુનો અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કર્મચારીએ ફરિયાદી પાસે મકાનના બાંધકામની મંજૂરી માટે રૂપિયા 9 હજારની લાંચ માંગી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવ્યો છે.
નડિયાદમાં ફરિયાદીએ તેના દાદાનું જુનું મકાન તોડી નવુ મકાન બનાવવાની શરૂઆત કરી હતી. તેથી ભારતીય પુરાતત્વ વિભાગની સર્વેક્ષણ સબ સર્કલની ઓફિસ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવી હતી કે, પુરાતત્વ વિભાગની લેખિત મંજૂરી વગર કોઇ બાંધકામ કરી શકાય નહીં. મંજૂરી માટે ઓફિસમાં ફરજ બજાવતા જયંતિભાઇ હરખાભાઇ પરમારે 9 હજારની લાંચ માંગી હતી. જે લાંચ ન આપવી હોય ફરિયાદીએ એસીબીમાં આ મામલે ફરિયાદ નોંધવતા એસીબીએ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.