અમદાવાદ : કર્ફ્યૂનું ગંભીરતાથી પાલન થાય તે માટે IPS અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરવુ પડ્યુ

0
7

અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોના બેકાબુ થતાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનું પાલન કરાવવા માટે ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે પોલીસ આગળ આવી છે. કર્ફ્યૂ હોવા છતાં લોકો મોડી રાત સુધી ફરતા હોવાથી હવે ખુદ IPS અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરવુ પડ્યું છે. શહેરમાં મોડી રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા કોર્પોરેટરને પણ IPS અધિકારીએ નિયમ સમજાવી દીધો હતો અને કોર્પોરેટરે પણ તેનું પાલન કરવુ પડ્યું હતું.

IPS અધિકારીઓએ રાત્રે કર્ફ્યૂુનું પાલન કરાવવા ફિલ્ડમાં ઉતરવાની તૈયારી કરી
IPS અધિકારીઓએ રાત્રે કર્ફ્યૂુનું પાલન કરાવવા ફિલ્ડમાં ઉતરવાની તૈયારી કરી

કર્ફ્યૂનું પાલન કરાવવા IPS અધિકારી મેદાનમાં ઉતર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં એલિસબ્રિજના છેડે આવેલ નશાબંધીની કચેરી પાસે રાત્રે ઝોન-3ના DCP મકરંદ ચૌહાણ ખુદ રાત્રે 10 વાગ્યે ફરજ પર હાજર હતા. રાત્રે 9 વાગ્યે શહેરમાં કર્ફ્યૂ લાગી જાય છે. ત્યારે કોટ વિસ્તારમાં હજી પણ લોકો નિયમો તોડીને બેદરકાર બની રહ્યાં છે. ઘણી વાર આવા લોકોના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે હવે IPS અધિકારીઓ ખુદ આ પ્રકારના લોકોને સબક શિખવાડવા માટે ફિલ્ડમાં ઉતરી ગયાં છે.

DCP ચૌહાણે લોકોને નિયમો પાળવા સૂચના આપી
DCP ચૌહાણે લોકોને નિયમો પાળવા સૂચના આપી

કોર્પોરેટર સહિત અનેક લોકોને સૂચના આપી
શહેરના કોટ વિસ્તારમાં એલિસબ્રિજના છેડે કર્ફ્યૂના સમયમાં લોકો વ્યાજબી કારણ વિના પસાર થતાં હતાં. ત્યારે ઝોન-3 DCP મકરંદ ચૌહાણ અને તેમનો સ્ટાફ ત્યાં હાજર હતો. આ દરમિયાન DCP ચૌહાણે કોર્પોરેટર સહિત અનેક લોકોને નિયમોનું પાલન કરવા સૂચના આપી દીધી હતી. ગોમતીપૂરના કોર્પોરેટર કહ્યું કે હું કોર્પોરેટર છું તો અધિકારીએ કહ્યું નિયમ બધાના માટે સમાન છે. હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ રાતે IPS અધિકારીઓ ફિલ્ડમાં આવીને કડક નિયમોનું પાલન કરવવા તૈયારી કરી રહ્યા છે.

એલિસબ્રિજના છેડે કર્ફ્યૂના સમયમાં લોકો વ્યાજબી કારણ વિના પસાર થતાં હતાં
એલિસબ્રિજના છેડે કર્ફ્યૂના સમયમાં લોકો વ્યાજબી કારણ વિના પસાર થતાં હતાં

પોલીસનું ક્યાંય ચેકિંગ જોવા મળ્યું ન હતું
18 તારીખે રાત્રે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કર્ફ્યૂ સમય દરમિયાન પોલીસ દ્વારા કડક નિયમ પાલન કરાવવાની વાતો કરવામાં આવતી હતી, પણ શહેરીજનો શહેરમાં માર્ગો પર ફરતા દેખાઈ રહ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ અને થલતેજ પાસેના ટ્રાફિક સિગ્નલ રાતે 10.30 વાગે પણ લોકોની ભીડ હતી. મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી હતી. પોલીસનું ક્યાંય ચેકિંગ જોવા મળ્યું ન હતું, જ્યારે અન્ય વિસ્તારમાં પણ પોલીસનું કડક મોનિટરિંગ દેખાતું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here