રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી ભિંજાયું અમદાવાદ

0
24
  • રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી
  • અરબી સમુદ્રમાં લોપ્રેશર સર્જાતા વરસાદની આગાહી
  • 28, 29, 30 સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરે પડશે ભારે વરસાદ
  • દ.ગુજરાત,સૌરાષ્ટ્ર અને મ.ગુજરાતમાં પડશે વરસાદ
  • જૂનાગઢ,પોરબંદર,દ્વારકા,રાજકોટમાં પણ આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
  • અમદાવાદમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્રી

રાજ્યભરમાં ચાર દિવસની ભારે આગહી વચ્ચે આજે ફરી વરસાદે અમદાવાદીઓને ભિંજવ્યાં છે. અમદાવાદમાં હળવી વીજળીનાં કડાકા સાથે હાલ વરસાદ શરુ થયો છે અને અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને સેટેલાઇટ, સિન્ધુ ભવન રોડ, બોપલ – ધૂમા ગામ, નારણપુરા, નવરંગપુરા, SG હાઇવે પર વરસાદે ઘમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ભારે તિવ્રતાથી વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે.

સતત બે-ત્રણ દિવસથી સાંજે અને ખાસ કરીને મોડી સાંજે વરસી રહેલા વરસાદનાં કારણે અમદાવાદનાં ખેલૈયાઓમાં ઘોર નિરાશા જનમાવી છે.

આપને જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ચક્રાવાતમાં પરીણમાત અને જો કે, ઓમાન તરફ ગતી કરી રહ્યું હોવા છતા, તેની અસરનાં કારણે રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 28, 29 અને 30 સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા ધમાકેદાર રી એન્ટ્રી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here