હાઉસિંગ માર્કેટમાં અમદાવાદ દેશમાં સૌથી સસ્તું; મુંબઈ કરતાં અડધા ભાવે મકાન મળે છે

0
8

હાઉસિંગના માર્કેટમાં અમદાવાદ દેશમાં સૌથી સસ્તું શહેર છે. નાઈટ ફ્રેન્ક પ્રોપર્ટી કન્સલ્ટન્સીના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. આ રિપોર્ટ મુજબ, દેશમાં મુંબઈ સૌથી મોંઘું શહેર છે. એજન્સીએ આ રિપોર્ટ પ્રોપર્ટીની કિંમત, હોમ લોનનું વ્યાજ અને ઘર ખરીદનારની આવકને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. 2010માં એફોર્ડેબલ હાઉસિંગમાં અમદાવાદની ટકાવારી 46% હતી , જે 2020માં 24% થઈ ગઈ છે, એટલે કે અમદાવાદમાં ધારી લો મારી આવક 100 રૂપિયા હોય તો એમાંથી 24 રૂપિયા EMIમાં જાય, જ્યારે મુંબઈમાં મારી આવક 100 રૂપિયા હોય તો 61 રૂપિયા EMIમાં જાય. અમદાવાદ પછી ચેન્નઈ અને પુણે સસ્તું છે.

શહેર 2010માં રૂ.100 એ કેટલો EMI 2020માં રૂ.100 એ કેટલો EMI
મુંબઈ 93.00% 61%
NCR 53% 38%
બેંગલુરુ 48% 28%
પુણે 39% 26%
ચેન્નઈ 51% 26%
હૈદરાબાદ 47% 31%
કોલકાતા 45% 30%
અમદાવાદ 46% 24%

 

નાઈટ ફ્રેન્ક પ્રોપર્ટી ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશર બૈજલના જણાવ્યા મુજબ, દેશનાં ટોપ 8 શહેરમાં પરવડે એવા મકાનનો આ રેસિયો સારોએવો સુધર્યો છે. એની પાછળનાં મુખ્ય કારણોમાં આવકમાં વધારો, નીચો વ્યાજદર, પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો, સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here