Thursday, October 28, 2021
Homeઅમદાવાદ: 10 શહેરોમાં જ્વેલરીના ભાવમાં 5000નો ફેર,મુંબઇમાં 24 કેરેટ સોનાની કિંમત...
Array

અમદાવાદ: 10 શહેરોમાં જ્વેલરીના ભાવમાં 5000નો ફેર,મુંબઇમાં 24 કેરેટ સોનાની કિંમત 44516 રૂપિયા

મુંબઇ શહેરના ઝવેરી બજાર…દેશમાં વેચાતા કુલ બુલિયનના 70 ટકા અને જ્વેલરીના 50 ટકા સોનું આ બજારમાંથી જઇ રહ્યું છે. દેશના સૌથી મોટા જ્વેલરી સંગઠન ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિયેશનના સચિવ સુરેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ જ્વેલરી 24 કેરેટ સોનું બુલિયનના રૂપમાં ખરીદી લઇ જાય છે. જ્યાં તેમાં ચાંદી અને તાંબું મેળવી 22 કેરેટ એટલે જ્વેલરી સોનામાં બદલવામાં આવે છે. આ સ્ટાન્ડર્ડડાઇઝેશન પ્રક્રિયા છે, પરંતુ ત્યારપછી કિંમતોને લઇને મનમાની શરૂ થઇ જાય છે.

અમુક જગ્યા પર સોનું 41000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો ક્યાંક 45 હજાર છે જ્યારે અમુક જગ્યા પર 46000માં વેચાઇ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી લાગુ થયા પછી કિંમતમાં રૂ.100-200થી વધુ ફરક ન હોવો જોઇએ. દિવ્ય ભાસ્કરે ત્રણ માર્ચના મુંબઇ સહિત દેશનાં 10 શહેરોમાં જ્વેલરી સોનાની કિંમતોનો અંદાજો લગાવ્યો. આ દિવસે મુંબઇમાં 24 કેરેટ સોનાની કિંમત 44516 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

10 ગ્રામ જ્વેલરી સોનામાં કેટલું શું?

  • શુદ્ધ સોનું 9.16,
  • ચાંદી 0.59
  • તાંબુ 0.25
  • જ્વેલરી બનાવવા માટે શુદ્ધ સોનામાં આટલી વસ્તુ ઉમેરાય છે

22 કેરેટનો ભાવ

અમદાવાદ 46700
મુંબઇ 41419
ભોપાલ 46000
ઇંદૌર 42600
જયપુર 45100
રાયપુ ર44500
ઔરંગાબાદ 43743
રતલામ 43145
રાંચી 45100
રોહતક 44700
જલંધર 44400

(​​​​નોંધ : ભાવ પ્રતિ 10 ગ્રામ, 3 માર્ચના)

આ વર્ષે હજારો ટન જ્વેલરી સોનું વેચાશે
દેશમાં માત્ર બેન્કો સોનાની આયાત કરી શકે છે. બેંક દરેકને યોગ્ય ભાવ પર 24 કેરેટ સોનું આપે છે. GST લાગુ થયા પછી સમાન ટેક્સ છે. આવામાં 22 કેરેટ સોનાની કિંમત પણ બરાબર હોવી જોઇએ. – ગૌરવ આનંદ, ડાયરેક્ટર, આનંદ જ્વેલર્સ

એક જ શહેરમાં અલગ-અલગ કિંમત
આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર અને ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટરના અધ્યક્ષ ડો. અરવિંદ સહાયે જણાવ્યું કે આં.રા. બજારમાં 24 કેરેટ સોનાની કિંમત નક્કી હોય છે. દેશમાં MCX નક્કી કરે છે. એટલા માટે સ્ટાન્ડર્ડ ભાવ હોય છે. પરંતુ 22 કેરેટના દેશમાં સ્ટાન્ડર્ડ ભાવ નથી. એક મોટા જ્વેલર્સે નામ ન આપવાની શરતે જણાવ્યું કે 22 કેરેટ સોનાની કિંમતને લઇને વિસ્તૃત જાણકારીના અભાવથી ફાયદો જ્વેલર્સ ઉઠાવી રહ્યાં છે.

સોનું બચત માટેનો બીજો સૌથી મોટો વિકલ્પ
આરબીઆઈના એક અધ્યક્ષના મતે દેશમાં બચતમાં બીજા સૌથી મોટા માધ્યમ તરીકે સોનાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આમાં પણ 60 ટકાથી વધુ લોકો જ્વેલરીના રૂપમાં સોનું ખરીદે છે. બેન્ક, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને વીમાના નિયામક છે. પરંતુ 22 કેરેટ સોનાનું નથી નિયામક કે નથી સ્ટાન્ડર્ડ ભાવ. આનાથી રોકાણકાર મનમાનીનો શિકાર બની રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments