અમદાવાદ : નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી, ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ હિતેશ બારોટને મળ્યું

0
5

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે. હાલમાં પાલડી ટાગોર હોલમાં તમામ કાઉન્સિલરોનો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કોરોના ટેસ્ટ કરાવ્યો
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કોરોના ટેસ્ટ કરાવ્યો
ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં

ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં

મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની દાવેદારી માટે કાઉન્સિલરો ફોર્મ ભરવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા. તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેશ બારોટ સહિત ચૂંટાયેલા ભાજપના 17થી 18 કાઉન્સિલરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. દાવેદારીના ફોર્મ ભર્યા બાદ આજની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 પદાધિકારીની જાહેરાત થઈ છે.

ચૂંટાયેલા ભાજપના 17થી 18 કાઉન્સિલરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે
ચૂંટાયેલા ભાજપના 17થી 18 કાઉન્સિલરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે
સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 પદાધિકારીની જાહેરાત થશે

સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 પદાધિકારીની જાહેરાત થશે

અમદાવાદ મહાનગર પાલિકામાં મેયર પદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત હોવાથી તે પછી મહત્ત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનનું પદ મેળવવા હોડ લાગી છે. આનંદીબેનના વિશ્વાસુ અને ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ તથા થલતેજના કોર્પોરેટર અને અમિત શાહના ખાસ હિતેષ બારોટ વચ્ચે ટસલ છે. આ બન્ને નેતાએ સ્ટેન્ડિંગના ચેરમેન બનવા છેક સુધીનું જોર લગાવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારો માટે 17 સભ્યોની યાદી બનાવી દીધી છે અને આ યાદીમાં જતીન પટેલ અને હિતેશ બારોટ બન્નેના નામ છે. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલે પક્ષમાં રજૂઆત કરી છે કે જતીન પટેલને સ્ટેન્ડિંગ ચેરમેન ન બનાવાય તો તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરિયાદ કરશે. જો આ બન્ને નામ પૈકી કોઇની ઉપર પસંદગીનો કળશ ન ઢોળાય તો સીએ જૈનિક વકીલ રૂપાણીની નજીક હોવાથી ચેરમેન બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here